Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અમેરિકામાં પોલીસ દમનથી અશ્વેત યુવકનું મૃત્યુ થવા છતાં પ્રેસિડન્ટ ટ્રમ્પએ પોલીસોને બહાદુર ગણાવ્યા : આરોપી ઉપર જુલમ ગુજારતા અધિકારીઓ ઉપર નજર રખાશે તેવી બાંહેધરી આપી : હિંસક તોફાનો કરનારને વખોડ્યા : પોલીસ સુધારા સબંધી નિયમોમાં હસ્તાક્ષર કર્યા

વોશિંગટન : અમેરિકામાં પોલીસ દમનથી અશ્વેત યુવકના મૃત્યુના પડઘા અન્ય દેશોમાં પણ પડ્યા છે.તથા દેખાવો થયા છે.તેવા સંજોગોમાં પોલીસ સુધારા સબંધી નિયમોમાં આજરોજ પ્રેસિડન્ટ ટ્રમ્પએ હસ્તાક્ષર કર્યા હતા.
આ તકે બોલતા તેમણે જણાવ્યું હતું કે આપણા બહાદુર પોલીસ જવાનો આપણું રક્ષણ કરે છે.અમુક જગ્યાએ દમનના કિસ્સા જોવા મળે છે.તેવા અધિકારીઓ ઉપર નજર રાખશે.
તેમણે આ તકે હિંસક દેખાવો કરનારા લોકોને વખોડ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:49 pm IST)