Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ઉત્તરાખંડની બોર્ડર પર વાયુ સેનાને હાઈએલર્ટ પર : નેલાંગ હર્ષિલની ઘાટીઓમાં યુદ્ધવિમાનોની હલચલ

ચીનની લુચ્ચાઈ જોતાં સૈનિકોની ગતિ તેજ : આટીબીપીના જવાનો ચોકી પર અત્યંત સતર્ક

નવી દિલ્હી : ભારત ચીન સૈનિકો વચ્ચે લદ્દાખમાં સરહદી વિસ્તારોમાં થયેલી હિંસક અથડામણ પછી ચીનને અડીને આવેલી ઉત્તરાખંડ બોર્ડર ઉપર પણ સૈનિકોની ગતિ તેજ કરી દેવામાં આવી છે. બંને દેશો વચ્ચે રાજકીય તેમજ અધિકારીક તોર પર વાતચીતથી સ્થિતિને શાંત પાડવાના પ્રયાસો વચ્ચે ચીનની લુચ્ચાઈ જોતાં સૈનિકોની ગતિ તેજ થઈ ગઈ છે. અત્યારે આગળની ચોકીઓની દેખેક આટીબીપી કરી રહી છે. પરંતુ તેની સાથે જ સેના તેમજ વાયુ સેનાને પણ હાઈએલર્ટ કરાઈ દીધી છે.

  ઉત્તરાખંડના પિથોરગઢ, ચમોલી અને ઉત્તરકાશી વિસ્તારોની સરહદો ચીન બોર્ડર સાથે જોડાયેલી છે. ચીની સૈનિકોએ ચમોલીમાં અનેક વખત એલએસી ક્રોસ કરતા હતા. ચીન્યાલીસોડ હવાઈપટ્ટી પર એન 32 માહવાહક વિમાની અવરજવર વધી ગઈ છે.

   ચીનને અડીને આવેલા ગઢવાલ સરહદને જોતાં ચિન્યાલીસોડ હવાઈ પટ્ટી ખૂબજ મહત્ત્વની માનવામાં આવે છે. ચીન સાથેના તણાવ બાદ આ હવાઈ પટ્ટીનો મહત્ત્વ વધી ગયું છે. વાયુ સેનાએ અહીં ઘણી વખત યુદ્ધાભ્યાસ કર્યો છે. ચમોલી જિલ્લામાં બડાહોતી અને માણાને અડીને આવેલા વિસ્તારોને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

  ઉત્તરાખંડને આવેલી સરહદો પર ચીન ભવિષ્યમાં ભય પેદા ન કરે તે માટે સેનાને એલર્ટ કરી દેવાઈ છે. નેલાંગ, હર્ષિલની શાંત ઘાટીઓમાં સેનાની હલચલ વધી ગઈ છે. અહીંની આટીબીપીના જવાનો ચોકી પર અત્યંત સતર્ક છે. ઉત્તરકાશી વિસ્તારમાં ચીન સરહદે લોખંડનો અસ્થાયી પૂલ પણ બનાવાયેલો છે. અહીં પણ સેના બંદોબસ્ત વધારી દેવાયો છે.

(1:39 pm IST)