Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

મોદીની બેઠકમાં મમતા બેનર્જી સામેલ થશે નહી

વકતાઓની યાદીમાં મમતા બેનર્જીનું નામ નથી તેથી બેઠકમાં ભાગ લેશે નહિ

નવી દિલ્હી તા. ૧૭ : કોરોના સંકટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રીઓની સાથે આજે બીજા ચરણની બેઠક કરશે. જો કે આ બેઠકમાં પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાગ લેશે નહિ. જાણવા મળી રહ્યું છે કે આ બેઠકમાં બોલવા માટે બંગાળને ટાઇમસ્લોટ આપવામાં આવ્યો નથી. વકતાઓની યાદીમાં સીએમ મમતા બેનર્જીનું નામ નહી હોવાના કારણે તે બેઠકમાં ભાગ લેશે નહિ.

તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા થનારી બેઠકમાં વકતાઓની યાદીમાં મમતા બેનર્જીનું નામ નથી. બંગાળના શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીએ ટ્વિટ કરીને કહ્યું કે, કેન્દ્રએ એકવાર ફરી બંગાળના લોકોનું અપમાન કર્યું છે.

બીજી બાજુ ટીએમસી સાંસદ ડો. કાકોલી ઘોષે કહ્યું કે કેન્દ્રએ જણાવું જોઇએ કેમ તેઓ બંગાળના લોકોને નજરઅંદાજ કરી રહ્યા છે. અમે અભૂતપૂર્વ સંકટનો સામનો કરીને આગળ વધીને લડવું જોઇએ.

(12:51 pm IST)