Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ચીનને જડબાતોડ જવાબ આપવા ભારતની ચોક્કસ રણનીતિ તૈયાર

વિદેશ મંત્રાલય - રક્ષા મંત્રાલય વચ્ચે સતત બેઠકોનો દોર

નવી દિલ્હી તા. ૧૭ : પૂર્વીય લદ્દાખમાં આવેલ ગલવન ક્ષેત્રમાં ભારતીય તેમજ ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બંને દેશોના પાટનગરમાં પારો ઉંચો ચડી ગયો છે. સ્થાનિક સૈન્ય કમાન્ડરોને સોમવારે મોડી રાતે નવી દિલ્હી રક્ષા મંત્રાલયે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ગઇકાલે આખો દિવસ રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયની સાથે પીએમઓની સમીક્ષા ચાલી રહી છે. રક્ષા મંત્રી રાજનાથસિંહની ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તેમજ ત્રણ સેનાઓના પ્રમુખ, વિદેશ મંત્રાલય એસ જયશંકરની સાથે બે ચરણોમાં થયેલી બેઠક અને ત્યારબાદ રક્ષામંત્રી તેમજ વિદેશ મંત્રી તરફથી નરેન્દ્ર મોદીને સંપૂર્ણ સ્થિતિ પર બ્રીફિંગ આપવામાં આવી.

સંપૂર્ણ ઘટનાક્રમ બાદ ભારતની રણનીતિ એ છે કે તે તેમની તરફથી ચીન સાથે સૈન્ય અથડામણને વધારવાના પ્રયત્નો કરશે નહિ પરંતુ ચીન સૈનિકો તરફથી કોઇ પણ આક્રમક વલણને ચલાવી લેવાશે નહિ. સૂત્રોના જણાવ્યા મુજબ નવી દિલ્હીમાં અનેક સ્તરો પર થયેલી બેઠકે ભાવી રણનીતિ નો આધાર બનાવી દિધો છે. રક્ષા મંત્રીના ત્રણ સેના પ્રમુખોની સાથે થયેલી બેઠક જ્યાં રક્ષા તૈયારીઓ ચોક્કસ કરવામાં આવી છે. આ ઉપરાંત વિદેશ મંત્રી તેમજ રક્ષા મંત્રી વચ્ચે થયેલી બેઠકે ભાવી રણનીતિને વધુ ધારદાર કરવાનું કામ કરવામાં આવ્યું છે.

(12:50 pm IST)