Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભારતના ૧૫૦ જવાનો ઘાયલઃ ૩૦ની સ્થિતિ ગંભીર : હજુ પણ ભારતીય અધિકારી અને કેટલાક જવાનો ચીનના કબ્જામાં હોવાની શંકા

ચીની સેનાએ ટેન્ટ હટાવવા ગયેલ ભારતીય જવાનો ઉપર ટેન્ટ સળગાવી કાયરતાપૂર્ણ હુમલો કરેલ : બર્બરતાપૂર્ણ રીતે ભારતીય જવાનોને લાકડા-લોખંડના ડંડા ઉપર કાંટાળા તાર બાંધી માર મારી હત્યા કરાયેલઃ મોટા પત્થરોથી માથા છુંદી નાખેલઃ અમુક જવાનોને ઉંચા પહાડ ઉપરથી નીચે ફેંકયાઃ ઘણાને માઇનસ ૩૦ ડિગ્રી વાળી ગલવાન નદીમાં ડાટી દીધા

જમ્મુ : ૨૧ વર્ષ બાદ ચિને ભારતીયોના કારગીલ યુધ્ધ બાદ એ નાલાયકીની યાદ અપાવી છે જે પાકિસ્તાની સેનાએ તે સમયે યાતનાઓ આપી સૈનીકોને મારી નાખ્યા  હતા. આવુ જ ચીની સેનાએ ભારતીય સૈનિક સાથે કર્યું છે. જેમના ઉપર ચીને કારર ચોરી કરી એલએસીએથી ચિની વિસ્તારમાં ઘુસ્યા હતા. હથીયાર વિના અને ચીની સેનાના ખોટા ઇરાદાઓથી અજાણ ૨૦થી વધુ ભારતીય જવાનો શહાદત વહોરી ચુકયા છે. જયારે હજી પણ ૧૫૦થી વધુ ઘાયલ સૈનીકોમાંથી ૩૦થી વધુ જીવનનો જંગ ખેલી રહયા છે.

રક્ષા ખાતાના સુત્રો મુજબ સમગ્ર પ્રકરણ સોમવાર બપોર બાદ શરૂ થયેલ . ત્યારે ભારતીય સૈનીકોને મળેલ નિર્દેશો મુજબ તેઓ કોલ પોઇન્ટ ૧૪ પાસે ચીન દ્વારા તાજેતરમાં લગાડવામાં આવેલ ટેન્ટને હટાવવા ગયેલ. ચીની સેનાએ પહેેલેથી જ ષડયંત્ર બનાવી રાખેલ અને ભારતીય સૈનીકોના ત્યાં પહોંચવાની સાથે ટેન્ટમાં આગ લગાડી અને હુમલો કરી દીધેલ.

ભારતીય જવાનોનું નેતૃત્વ કરી રહેલ ૧૬ બિહારી રેજીમેન્ટના કમાન્ડીંગ ઓફીસર કર્નલ બી. સંતોષબાબુ સહિતના જવાનો શહીદ થયેલ. ભારતીય સૈનીકો ઉપર ચીન દ્વારા જે હથીયારોથી હુમલો થયેલ તે અત્યંત ક્રુર હતા. આ હથીયારો લાકડા અને લોખંડના ડંડા ઉપર પત્થર અને કાંટાવાળા તાર બાંધી બનાવવામાં આવેલ.

હુમલાની તુરંત પછી વધુ ભારતીય સૈનીકો ઘટના સ્થળ તરફ રવાના થયેલ. સુત્રોના જણાવ્યા મુજબ ૨૦૦ જેટલા ભારતીય સૈનીકો મામલો સુલજાવાની કોશીશ નાકામ રહેલ. કેમ કે ચીનના ૯૦૦ જેટલા તેમની પીટીપીટીને મારી નાખેલ. જો કે બંધક બનાવવાની વાત ઉપર ભારતીય સેનાએ કશુ જણાવ્યુ નથી. પણ તે માને છે કે ભારતીય જવાનોની બેરહેમીથી હત્યા કરાયેલ. ૧૯૯૯માં કારગીલ યુધ્ધ પહેલા કેપ્ટન સૌરભ કાલીયા અને તેના ૬ સાથીઓના પાકિસ્તાન દ્વારા બર્બરતાની તમામ હદ પાર કર્યાની યાદ અપાવેલ.

ભારતના શહીદ અને ગંભીર રૂપથી ઘાયલ અનેક જવાનોને ઉંચા પહાડ પરથી નીચે ફેંકાયેલ અને ઘણાને ગલવાન નદીના માઇનસ ૩૦ ડિગ્રી પથ્થરોથી જવાનોના માથા કચડવામાં આવેલ.

આ કાયરતાપૂર્ણ હરકત બાદ પણ ચીની સેના ભારતીય જવાનોના મૃતદેહો અને બંધક બનાવાયેલ સૈનીકોને છોડાવા રાજી ન હતી. ત્યારબાદ અનેક સ્તરે થયેલ વાતચીત બાદ મંગળવારે બપોરે ભારતીય જવાનોના પાર્થીવ શરીર અને ઘાાયલ જવાનોને છોડવામાં આવેલ. જેમાંથી ૧૫૦થી વધુ જવાનો ગંભીર રૂપે ઘાયલ છેેે. તેમના શરીર ઉપર કાંટાળા તારના નિશાન છે અને પત્થરોથી કચડવામાં આવેલ ઘાયલ ભાગ ચીની સેનાની બર્બરતાથી હકીકત જણાવે છે.

સૌથી ગંભીર બાબત એ છેકે કેટલાક ભારતીય જવાનો અને એક અધિકારીને ચીને હજી છોડયા નથી. ભારતીય સેનાએ તે અંગે  કોઇ પુષ્ટી કે ખંડન કર્યું નથી. જો કે સુત્રોના જણાવ્યા મુજબ લેહ અને ઉધમપુરના કમાન્ડ હોસ્પિટલોમાં  ઇલાજ કરાવી રહેલ અને મોત સામે બાથ ભીડતા જવાનોએ આ અંગે જણાવેલ કે તેમના ઘણા જવાનો અને ઓફીસર લાપતા છે અને શંકા છે કે તે ચિનના કબ્જામાં છે.

(12:48 pm IST)