Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

યુ.પી.માં રહેતા 30 હજાર જેટલા શીખ કિસાનો ઉચાળા ભરવા મજબુર થયા : છેલ્લી 3 પેઢીથી વસવાટ કરતા શીખ કિસાનોના પ્રશ્નો હલ કરો : કેપટન અમરિન્દર સિંઘની યોગી આદિત્યનાથ તથા અમિત શાહ સાથે મંત્રણા

ચંદીગઢ : છેલ્લી 3 પેઢીથી એટલેકે 1947 ની સાલમાં ભારતના ભાગલા પડ્યા તે સમયે પાકિસ્તાનમાંથી આવી ઉત્તરપ્રદેશમાં સ્થાયી થયેલા 30 હજાર જેટલા શિખ કિસાનોએ ઉચાળા ભરવાની નોબત આવી છે.તેમણે જતન કરેલી ખેતી મૂકી દઈ જતા રહેવા મજબુર બનવા બદલ કેપટન અમરિન્દર સીંઘે કડક પ્રતિક્રિયા આપી છે.
તેમણે જણાવ્યું છે કે ભારતના કોઈપણ ભાગમાં રહેવાનો દરેક નાગરિકનો અધિકાર છે તેવા સંજોગોમાં 30 હજાર જેટલા શીખ કિસાનોને નડતા પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ
તેમણે આ બાબતે યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા દેશના હોમ મિનિસ્ટર અમિત શાહ સાથે મંત્રણા કરી પ્રશ્નનો નિકાલ કરવાની શીખ કિસાનોને ખાત્રી આપી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:24 pm IST)