Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

મળી ગઇ કોરોનાની દવા! ખાસ ટેબલેટથી બચ્યા ૩૩ ટકા દર્દીઓના જીવ

રિસર્ચ પ્રમાણે ડેકસામેસાથોન નામની દવા કોરોનાની સારવારમાં ઉપયોગી સાબિત થઈ છે

લંડન, તા.૧૭: કોરોના વાઈરસ સામેની લડતમાં બ્રિટનની ઓકસફર્ડ યુનિવર્સિટીના સંશોધકોને મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે. આ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા રિસર્ચ પ્રમાણે ડેકસામેસાથોન નામની દવા કોરોનાની સારવારમાં ઉપયોગી સાબિત થઈ છે.

કોરોનાના કેસમાં ૮૦ ટકા દર્દીઓ દ્યરે જ સાજા થઈ શકે એવા હોય છે. પરંતુ થોડાક ક્રિટિકલ દર્દીઓને દાખલ કરવા પડે છે અને વળી એમાં અમુકને ઓકિસજનની કમી જણાતા વેન્ટિલેટર પર રાખવા પડે છે. આવા વેન્ટિલેટર પરના દર્દીઓમાં આ દવાથી મૃત્યુનું પ્રમાણ ખાસ્સું ઘટયું હોવાનું નોંધાયું છે.

 સંશોધકોએ કુુલ મળીને ૨૧૦૦ દર્દી પર આ દવાના પ્રયોગો કર્યા હતા. એ પછી અન્ય ૪૦૦૦ દર્દીઓ સાથે તેમની સરખામણી કરવામાં આવી હતી. તેના પરિણામમાં જણાયું હતું કે જેમને દવા અપાઈ હતી એ દર્દીઓમાં મૃત્યુંનું પ્રમાણ ૩૩ ટકા સુધી ઘટયું હતું. એટલે કે જો ડેકસામેસાથોનથી સારવાર કરવામાં આવે તો કોરોનાના ગંભીર દર્દીઓને સાજા કરી શકાય છે અને જીવ પણ બચાવી શકાય છે.

સંશોધન ટીમના વડા ડો.પીટર હોર્બીએ કહ્યું હતું કે આજની તારીખે દુનિયામાં આ એકમાત્ર દવા છે, જેનાથી કોરોનામાં મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાયું છે. જો રોગચાળાની શરૂઆતથી જ આ દવાનો ઉપયોગ થયો હોત તો બ્રિટનમાં અંદાજે પાંચ હજાર જીવ બચાવી શકાયા હોત એવો પણ તેમનો દાવો છે.

આ દવા વેન્ટિલેટર પર હોય એવા ગંભીર દર્દીઓ માટે જ ઉપયોગી છે. જેમને સાવ ઓછા લક્ષણો હોય એવા દર્દીઓ માટે આ દવા કામની નથી. માટે કોઈ વ્યકિત પોતે દવા લેવાનું ચાલુ કરે તો ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે. દવા કોને આપવી એ નિષ્ણાત ડોકટર જ નક્કી કરી શકે. પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવે તો આવા દર્દીઓની સારવારનો ખર્ચો ઘણો ઘટાડી શકાય છે.

દસ દિવસ સુધી સારવાર થાય તો આ દવાનો ખર્ચ માંડ પાંચસો રૂપિયા આવી શકે છે. ૧૯૫૭માં શોધાયેલી આ દવા ૧૯૬૧દ્મક અસૃથમા સહિતના અમુક રોગોની સારવારમાં વપરાતી આવી છે.

સસ્તી અને સરળતાથી ઉપલબૃધ હોવાથી આ દવાનો ઉપયોગ ગરીબ દેશો આસાનીથી કરી શકે છે અને કદાચ વધતા મૃત્યુ પણ અટકાવી શકે એમ છે.

(11:37 am IST)