Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ચીનના ફાઈટર પ્લેનોને તાઈવાને ભગાડી મુકયા

ચીને તાઇવાનને ધમકી આપી છે કે જો તે એકીકરણ માટે તૈયાર નહીં થાય તો તેના પર હુમલો કરવામાં આવશે. ત્યારબાદથી એક સપ્તાહમાં તાઇવાનની વાયુસીમામાં ચાઇનીઝ વિમાનોએ ત્રણ વખત દ્યૂસણખોરી કરી છે, પરંતુ દરેક વખતે તેને જડબાતોડ જવાબ મળ્યો છે. વર્ષોથી ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે. પરંતુ તાઇવાનની પોતાની ચૂંટાયેલી લોકશાહી સરકાર છે. જોકે, ચીનના વિરોધને કારણે તાઇવાનને દ્યણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સ્થાન મળ્યું નથી.

 રોઇટર્સના મતે, મંગળવારે ચીનના સૈન્ય વિમાનો દ્વારા પણ આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમનું જે -૧૦ વિમાન તાઇવાનની એર રેન્જમાં પ્રવેશ્યું હતું. તાઇવાન પણ ચીની આર્મીના વિમાનને તેમની જગ્યાએથી દૂર ભગાવી દીધુ હતુ. આ પહેલા આ જ હવાઈ ક્ષેત્રમાં, મંગળવારે, એસયુ -૩૦ ફાઈટર પ્લેન તાઇવાનની વાયુસીમામાં દ્યુસી આવ્યા હતા અને તેમને ચેતવણી આપવામાં આવી હતી. આ વિમાન ચીનમાં એડવાન્સ ટેકનોલોજીવાળા વિમાનો હતા. ત્યારબાદ શુક્રવારે પણ, ચાઇનીઝ વાય -૮, પ્રોપેલર એરક્રાફ્ટ આધારિત ટોહી એરક્રાફ્ટ તાઈવાનની એર રેન્જમાં પ્રવેશ્યુ હતુ, જેને તાઈવાન દ્વારા ચેતવણી આપીને ભગાવી દેવામાં આવ્યુ હતુ.

(11:37 am IST)