Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

લદ્દાખઃ ચીની સૈનિકો સાથેની અથડામણમાં શહીદ થયેલા કર્નલની માતા કહ્યું: 'એકનો એક દીકરો હતો છતાં શહીદી પર ગૌરવ'

ગલવાન ગાટીમાં ચીની ચાંચિયાગીરી સામે ભારતીય સેનાએ લડત આપી હતી જેમાં દેશના સૈનિકોએ શહીદી વહોરી છેઃ કર્નલ સંતોષ તેલંગાણાના વતની હતા

હૈદરાબાદ, તા.૧૭: ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલી અથડામણમાં શહીદ થયેલા ત્રણ જવાનોમાં સરહદ પર શહીદ થયેલા તેલંગાણા રાજયના એક કર્નલ સંતોષનો સમાવેશ થાય છે. આ બનાવને પગલે સૈન્ય અધિકારીઓએ તેમની શહીદીની  જાણ પરિવારને કરી હતી.

સંતોષ દોઢ વર્ષથી સરહદ પર હત. તેનના પરિવારમાં પત્ની સંતોષી, પુત્રી અભિન્યા (૯) અને પુત્ર અનિરુધ (૪) છે. સંતોષના શહીદ થવાના સમાચારથી સંતોષના પરિવારજનો દુૅંખી થયા હતા. તેના કાકી પડી ભાંગી પડ્યા હતા અને તેમને હોસ્પિટલ લઈ ગઈ.

સંતોષના માતા મંજૂલાએ ભીની આંખે જણાવ્યું કે 'સંતોષ મારો એક માત્ર દીરકો હતો છતાં મને તેની શહીદી પર ગર્વ છે. સંતોષ મા ભોમની રક્ષા કાજે શહીદ થયો છે.' તેમણે એમ પણ જણાવ્યું હતું કે સૈન્ય અધિકારીઓએ ગઈકાલે તેની પત્નીને સંતોષની શહીદીની જાણકારી આપી હતી અને તેમણે આજે બપોરે અમને જાણ કરી હતી.

સંતોષે કોરૂકોંડા સૈનિક સ્કૂલમાંથી શિક્ષણ પૂરું કર્યું. તેના પિતા ઉપેન્દ્ર સ્ટેટ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા અને નિવૃત્ત્। થયા. સંતોષના એક સબંધીએ કહ્યું. સંતોષ ૨૦૦૪ માં ભારતીય સૈન્યમાં જોડાયો હતો અને જમ્મુમાં કામ કરતો હતો.ઙ્ખતેણે એક ઓપરેશનમાં ભાગ લીધો હતો અને પાકિસ્તાનના ત્રણ દ્યૂસપેઠોને મારી નાખ્યા હતા.ઙ્ખતેમણે એમ પણ કહ્યું હતું કે સંતોષની હૈદરાબાદમાં બદલી કરવામાં આવી હતી પરંતુ ભારત ચીન સરહદ અને કોરોનામાં તણાવના કારણે પાછા બોલાવી લેવામાં આવ્યા હતા.

(11:35 am IST)