Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

દેશમાં કોરોનાની સ્થિતી બદતર થતી જાય છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી,તા.૧૭: સુપ્રિમ કોર્ટે ગઇ કાલે કહ્યું કે, દેશમાં કોરોનાની સ્થિતી બગડતી જાય છે. કોરોના દર્દીઓની સંખ્યા ઘટવાના બદલે વધતી જાય છે.જસ્ટિસ રોહિંગ્ટન એફનરીમાનની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની બેંચે પંજાબના એક બીઝનેશમેન જગજીતસિંહ ચહલની પેરોલ અરજીની સુનાવણી દરમ્યાન ઉપરોકત ટીપ્પણી કરી હતી.

જસ્ટિસ નરિમાને કહ્યુ કે દરેક વિતતા દિવસે સાથે કોરોનાની સ્થિતી બહેતર નથી થતી પણ બદતર થતી જાય છે. બેંચે કહ્યું કે વર્તમાન પરિસ્થિતી જોતા તેમાં કોઇ સમજદારી નથી કે પેરોલ પર રહેલ વ્યકિતને ફરીથી કોઇ ભીડભાડ વાળી જેલમાં પાછો મોકલી દેવાય. આવુ કરીને બેંચે હાઇકોર્ટમાં અપિલ ચાલુ ત્યાં સુધીના પેરોલ લંબાવી આપ્યા છે.

(11:30 am IST)