Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી ૧ લાખ કરોડની આયાત ઘટાડવા CAITનો દાવો

પ્રથમ તબક્કામાં ડિસેમ્બર સુધીમાં નોંધપાત્ર આયાત ઘટાડવાનું લક્ષ્યઃ ભારતમાં પણ ઉત્પાદિત થતી હોય તેવી ૫૦૦ ચીની પ્રોડકટ્સની યાદી જાહેર કરાઇ

નવી દિલ્હી,તા.૧૭: કોરોના મહામારી બાદ ઉભી થયેલી પરિસ્થિતીમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) દ્વારા ચાઇનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. દરમિયાન સોમવારના રોજ ભારત -ચાઇના સરહદે ચાઇના સાથે ઘર્ષણની સ્થિતી બાદ સીએઆઇ ટીએ ચાઇનીઝ પ્રોડકટસ બહિષ્કાર અભિયાન તેજ બનાવવાનું નકકી કયુંર્ છે. જે સાથે જ ૫૦૦ જેટલી ચાઇનીઝ ચીજવસ્તુની યાદી જાહેર કરી પ્રથમ તબક્કામાં આ વસ્તુઓનો બહિષ્કાર કરવાનું નકકી કરવામાં આવ્યું છે.

સીએઆઇટીના ગુજરાત રિજિયનના પ્રમુખ પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે, ભારતમાં વર્ષે રૂપિયા ૨૫ લાખ કરોડથી વધુ કિંમતની ચીજવસ્તુની ચાઇનાથી આયાત થતી ચીજવસ્તુઓ પૈકી ઘણી ખરી વસ્તુઓ ભારતમાં પણ ઉત્પાદિત થાય છે. આ તબક્કે સ્વદેશી અપનાવવામાં આવે તે આશયથી ચાઇનીઝ ચીજવસ્તુઓના બહિષ્કારનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ચાઇનાની ૫૦૦ જેટલી ચીજવસ્તુઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ ચીજવસ્તુઓની ખરીદી અટકાવી ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં રૂપિયાના ૧ લાખ કરોડની ચાઇનીઝ પ્રોડકટસની આયાત અટકાવવાનું લક્ષ્ય છે. વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં રોજિંદા જીવનની અને ભારતમાં પણ ઉત્પાદિત થતી ચિજવસ્તુ ઓનો આ યાદીમાં સમાવેશ કર્યો છે. જ્યારે ભારતમાં સ્થાનિક અને વિદેશી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બહિષ્કાર અભિયાનની યાદીમાં સમાવવામાં આવી નથી. આ અંગે બાદમાં સમીક્ષા કરી નિર્ણય કરવામાં આવશે. જેમાં ટેકનોલોજી સહિતની ઘણી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

યાદીમાં કઇ વસ્તુઓ સમાવાઇ

સીએઆઇટીના જણાવ્યા પ્રમાણે હાલમાં જાહેર કરવામાં આવેલી ૫૦૦ જેટલી ચીજવસ્તુઓની યાદીમાં રોજિંદા જીવનની વસ્તુઓ. રમકડા, રાયરચીલું, કાપડ, હાર્ડવેર, ફુટવેર, એપેરલ કિચનવેરની વસ્તુઓ, હેન્ડબેગ, કોસ્મેટિકસ પ્રોડકટસ,ગિફટ આર્ટિકલ્સ, જેમ-જવેલરી પ્રોડકટસ સ્ટેશનરી, લાઇટિંગ ઓટો પાર્ટસ એપેરેલ તથા દિવાળી. હોળી તથા અન્ય તહેવાર સંબંધિત ઉત્પાદનોનો સમાવેશ કર્યો છે. સીએઆઇટી દ્વારા વેપારીઓ તથા લોકોને આ પ્રકારના ઉત્પાદનોની ખરીદી તથા આયાતથી દુર રહેવા અપીલ કરી છે.

(11:17 am IST)