Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

તંબાકુ-પાન મસાલા મોંઘા થશેઃ સરકાર કોવિડ સેસ ઝીંકવા માગે છેઃ ૫૦,૦૦૦ કરોડ મેળવશે

મોદી સરકાર 'ઠન ઠન ગોપાલ' હવે નવા વેરા-સેસ વગેરે જ સ્ત્રોત

નવી દિલ્હી,તા.૧૭: કોવિડ-૧૯ અને લોકડાઉનની સીધી અસર જીએસટી કલેકશન પર પડી રહી છે. કેન્દ્ર  પાસે રાજ્યોને જીએસટીનું વળતર ચુકવવા માટે ફંડ નથી. બીજી બાજુ, રાજ્યોજી નાણાકંીય સ્થિતી પણ સારી નથી. એટલે રાજ્યોની આવક વધારવા માટે સરકાર હવે તબાકુ અને પાન મસાલા પર નવો સેસ લગાવવાની તૈયારીમાં છે. આ સેસને કોવિડ સેસનું નામ પણ આપી શકાય છે. તેનાથી વાર્ષિક ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની વધારાની વસુલાત થઇ શકશે. આના માટે રાજ્યો સાથે વાતચીત શરૂ થઇ ચુકી છે. સહમતિ બન્યા પછી જુલાઇમાં થનારી જીએસટી કાઉન્સીલની મીટીંગમાં તેના પર કંઇક જાહેરાત થઇ શકે છે.

એક અધિકારી અનુસાર, કોવિડ સંકટના લીધે રાજ્યોને દર મહિને જીએસટી વળતર ચુકવવું કેન્દ્ર માટે મોટો પડકાર બની ગયો છે. આજ કારણ છે કે કેન્દ્ર હવે તમાકુ અને પાન મસાલા પર નવો સેસ લગાડવાનો પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે. સેસ લગાડવામાં અર્થ છે કે તેનાથી જે કંઇ પણ આવક થશે તે રાજ્યોના ભંડોળમાં જશે.

સુત્રો અનુસાર, જે પ્રસ્તાવ તૈયાર કરાયો છે. તેના અનુસાર તંબાકુ અને પાન મસાલા પરનો આ નવો સેસ ટેમ્પરરી હશે. હાલમાં પાન મસાલા પર જીએસટી ઉપરાંત ૬૦ ટકા કોમ્પનસેશન સેસ લાગે છે. તંબાકુ પર ૬૦ સિગારેટ પર ૧૨.૫ ટકા, ગુટખા, જર્દા અને ખૈની પર ૧૬૦ ટકા સેસ લાગે છે આનો મતલબ એવો છે કે જે નવો સેસ તંબાકુ અને પાન મસાલા પર લાગશે, તે કોમ્પનસેશન સેસ ઉપરાંત હશે.

(11:16 am IST)