Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

પેટ્રોલ ૬ રૂપિયા, ડિઝલ ૬.૪૦નો વધારો ઝીંકાયો

૧૧માં દિવસે ભાવ વધારો યથાવત

નવી દિલ્હી, તા. ૧૭ : સતત ૧૧મા દિવસે બુધવારે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં ૫૩ પૈસા અને ડીઝલમાં ૬૦ પૈસાનો વધારો કર્યો છે. છેલ્લા ૧૧ દિવસમાં પેટ્રોલના ભાવમાં છ રૂપિયા અને ડીઝલમાં ૬.૪૦ રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને ૭૭.૨૮ થઈ ગયો છે તો ડીઝલ લીટરે ૭૫.૭૯ થઈ ગયું છે.

            સરકાર દ્વારા આ રીતે આર્થિક ભીંસમાં મુકાયેલી જનતા પર સતત ભાવ વધારો ઝીંકાતાં આગામી દિવસોમાં અન્ય ચીજ વસ્તુઓના ભાવ પણ વધી જવાના છે. પેટ્રોલિયમ પેદાશો મોંઘી થતાં ટ્રાન્સોપોર્ટેશન મોંઘું થવાથી તેની અસર તમામ ચીજ વસ્તુઓ પર પડવાની છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં નરમાઇ છતાં સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો યથાવત છે. મંગળવારે પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર ૪૭ પૈસા અને ડીઝલના ભાવમાં ૫૭ પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો હતો.

(8:10 pm IST)