Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ડોન છોટા શકીલની બહેનનું મુંબઈની હોસ્પિટલમાં નિધન

કોરોનાના લક્ષણો જણાતા દાખલ થઈ હતી, રિપોર્ટ આવે તે અગાઉ જ મોત

મુંબઈ, તા.૧૭: અંડરવર્લ્ડ ડોન દાઉદનો ડાબો હાથ ગણાતા ભાગેડુ ગેંગસ્ટર છોટા શકીલની મોટી બહેનનું થાણે નજીક આવેલી મુંબ્રા ખાતેની હોસ્પિટલમાં નિધન થયું હોવાનું પોલીસે જણાવ્યું છે. છોટા શકીલની બહેન હામિદા ફારૂક સૈયદ (ઉ.૫૦)ને કોરોનાના લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કવરામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ તેનો કોરોના રિપોર્ટ આવવાનો બાકી છે ત્યારે તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. હામિદા તેના પતિ અને ત્રણ બાળકો સાથે મુંબ્રામાં રહેતી હતી. અગાઉ ગત મહિને છોટા શકીલની નાની બહેન ફાહમિદાનું મુંબઈમાં નિધન થયું હતું. નાની બહેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાયું હતું. અગાઉ ફહમિદા દુબઈમાં રહેતી હતી અને ૨૦૦૬માં તે મુંબઈ આવી ગઈ હતી અને તે મુંબઈમાં મીરા રોડ પર રહેતી હતી. તેને હાર્ટએટેક આવતા હોસ્પિટલ ખસેડાઈ હતી અને ઘર નજીક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જયાં સારવાર દરમિયાન મોત થયું હતું.

(9:57 am IST)