Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભારત કાશ્મીરમાં બાળકો વિરુદ્ઘ પેલેટ ગનનો ઉપયોગ બંધ કરેઃ UN પ્રમુખ

ભારત સરકારના યથાગ પ્રયત્નોથી આતંકી પ્રવૃત્તિમાં ઝોંકાતા બાળકોની સંખ્યા ઘટી છે

ન્યૂયોર્ક, તા.૧૭: સંયુકત રાષ્ટ્ર પ્રમુખ એન્ટોનિયો ગુતારેસે જમ્મુ-કાશ્મીરમાં બાળકોની મોત પર ચિંતા વ્યકત કરતા ભારત સરકારને બાળ સુરક્ષા માટે પગલા લેવા અપીલ કરી છે. ગુતારેસે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં બાળકો વિરુદ્ઘ પેલેટ ગનનો ઉપયોગ બંધ કરવા માટે પણ જણાવ્યુ છે.

ભારતમાં આતંકવાદ મુદ્દે પર પણ ગુતારેસે જણાવ્યુ કે ભારત સરકારના પ્રયત્નોને લીધે આતંકી સંગઠનોમાં બાળકોની ભરતી, મોત અને તેમનુ અપંગ થવાની સંખ્યામાં દ્યટાડો થયો છે. બાળકો અને સશસ્ત્ર સંદ્યર્ષ મુદ્દે સંયુકત રાષ્ટ્રની રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, સંસ્થાએ ખાતરી કરી છે કે જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૧૯માં બાળકો સાથે વૈશ્વિક સ્તરે ૨૫,૦૦૦ ગંભીર અપરાધિક ઘટનાઓ થઇ.

આ રિપોર્ટમાં સંયુકત રાષ્ટ્રએ કહ્યુ છે કે, સંસ્થાએ ભારતમાં ૧થી ૧૭ વર્ષના આઠ બાળકોની હત્યા અને સાત ગંભીર રીતે ઘાયલ અને અપંગ થવાની ખાતરી કરી હતી. આ દ્યટના કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ, ભારતીય સેના અને રાજય પોલીસના સંયુકત અભિયાન, લશ્કર એ તૈયબા, અન્ય અજાણ્યા સશસ્ત્ર સંગઠનોની હિંસા કે બોર્ડર પર ગોળીબારી દરમિયાન થઇ હતી. સંયુકત રાષ્ટ્રએ જમ્મુ-કાશ્મીરમાં અજ્ઞાત તત્વો દ્વારા નવ શાળાઓ પર હુમલાની ખાતરી પણ કરી હતી.

ગુતારેસે તેમની રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે ઝારખંડમાં આશરે ૧૦ બાળકોને ભારતીય પોલીસે નકસ્લીઓ પાસેથી છોડાવ્યા હતા. તેમણે ભારતમાં નકસલી અને આતંકી સંગઠનો દ્વારા બાળકોના અપહરણ અને તેમનો ઉપયોગ લડાઇમાં કરવા સામે ભારત સરકારને યોગ્ય પગલા લેવા જણાવ્યુ હતું.

ભારતે ૨૦૧૯માં આ મુદ્દે સંયુકત રાષ્ટ્ર પ્રમુખની રિપોર્ટ પર નિરાશા જાહેર કરતા પ્રતિક્રિયા આપી હતી કે આ પ્રકારની અમુક સ્થિતિઓમાં પસંદ કરેલી પદ્ઘતિથી અનુમાન બાંધી લેવુ, વિષયને માત્ર રાજનૈતિક રંગ આપે છે.

(9:56 am IST)