Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

લદ્દાખમાં ભારતીય અને ચીની સેના વચ્ચેના હિંસક ઘર્ષણ બાદ હિમાચલમાં એલર્ટ જાહેર

હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યના ગુપ્ત વિભાગને પળે-પળનો રિપોર્ટ આપવા આદેશ આપ્યો

નવી દિલ્હી : હિમાચલ સરકારે લદ્દાખમાં ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલા ઘર્ષણ બાદ એલર્ટ જાહેર કર્યું છે. ગૃહ વિભાગે કિન્નોર અને લાહોલ સ્પીતિ તંત્રએ ભારત-ચીન સીમા વિવાદની પળે-પળની ખબર પર નજર રાખવાનું કહ્યું છે. સાથે કહ્યું છે કે, કોઈ પણ ગંભીર સ્થિતિની શંકા જણાય તો તુરંત રાજ્ય સરકારને જાણ કરે. આ સિવાય સરકારે રાજ્યના ગુપ્ત વિભાગને પળે-પળનો રિપોર્ટ આપવા આદેશ કરવામાં આવ્યો છે.


પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથે હિંસક ઝડપમાં ભારતના લગભગ 20 જવાન શહીદ થયા છે. જ્યારે ચીનને પણ ભારે નુકશાન થયું છે. ચીનના 43 સૈનિકને જાનહાની પહોંચી છે. સરકારી સૂત્રોએ આ જાણકારી આપી છે. ઉચ્ચ અધિકારી સૂત્રોએ ન્યૂઝ18ને જણાવ્યું છે કે, ગલવાન નદી પર જીવલેણ ઘર્ષણ ત્યારે સર્જાયું, જ્યારે ભારતીય સેનાએ પીપુલ્સ લિબરેશન આર્મીના ટેન્ટને હટાવવા માટે મોર્ચો ખોલ્યો. આ ટેન્ટ પોઝિશન કોડ-પટ્રોલ પોઈન્ટ 14 પાસે લગાવવામાં આવ્યા હતા, જે વિસ્તાર વાસ્તવિક નિયંત્રણ રેખામાં ભારતીય સીમાની અંદર આવે છે.

 

(12:21 am IST)