Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભારત અને ચીનની લાલ સેના વચ્ચેના ખૂની જંગમાં ૭૦ જેટલા સૈનિકો માર્યા ગયા

બંને દેશના સૈનિકો એકબીજા ઉપર પથ્થરો, લોખંડની જંજીરો અને ડંડાથી એકબીજા ઉપર તૂટી પડેલ

જમ્મુથી સુરેશ ડુગ્ગરના અહેવાલ મુજબ  ભારતીય લશ્કરના 20 ફૌજી જવાનોનો સમાવેશ થાય છે. જો કે ચીનને બેવડો માર પડયો છે, તેના 45 જવાન માર્યા ગયા છે.  ભારતીય શહીદોની સંખ્યામાં વધારો થઇ શકે છે . સત્તાવાર અહેવાલો મુજબ બંને તરફથી કોઈ ગોળી ચાલી નથી. પરંતુ બંને દેશના સૈનિકો એકબીજા ઉપર પથ્થરો, લોખંડની જંજીરો અને ડંડાથી એકબીજા ઉપર તૂટી પડેલ, જેમાં ભારતીય લશ્કરની 16 બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ સહિત ૨૦થી વધુ જવાનો શહીદ થઈ ગયા, ડઝનબંધ ભારતીય જવાનો ઇજાગ્રસ્ત પણ થયા છે. આ અથડામણો ગઈકાલે બપોરથી શરૂ થઈ હતી. ભારત-ચીન વચ્ચે સરહદ બાબતે વર્ષોથી વિવાદ ચાલુ છે. બંને દેશ વચ્ચે line of actual control ઉપર સત્તાવાર બંટવારો થયો નથી. લડાખમાં ભારતીય સેના દ્વારા રસ્તાઓ નિર્માણ થઇ રહ્યા છે જે અંગે ચીને વાંધો ઉઠાવ્યો છે. ચીન કહે છે ભારત ચીનના વિસ્તારોમાં નિર્માણ કાર્ય કરી રહી છે.

(12:03 am IST)