Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભારતીય શહીદ જવાનોને ચીની લશ્કરે બંધક બનાવેલ : મારીને મૃતદેહ ફેંકી દીધેલ

ચીની લશ્કરે હુમલો કરી ભારતીય જવાનો ઉપર ગોળીવર્ષા કરી હતી : સેનાએ આ અહેવાલો અંગે કોઈ જ સમર્થન કરેલ નથી કે નકારી કાઢેલ પણ નથી.

જમ્મુ (સુરેશ ડુગ્ગર દ્વારા) એક અહેવાલ મુજબ જે ભારતીય જવાનો શહીદ થયા છે તેને ચીની લશ્કરે બંધક બનાવેલ અને આ જવાનોને મારીને તેમના મૃતદેહ ફેંકી દીધા હતા.

લશ્કરના સત્તાવાર નિવેદનમાં લાપતા અને જખમી જવાનો અંગે કંઈ કહેવામાં આવ્યું નથી, જે અંગે વિદેશી મીડિયા દાવો કરી રહેલ છે. અથડામણ કેવી રીતે સર્જાઈ તે અંગે લશ્કરે મૌન રાખ્યું છે, જ્યારે અહેવાલો કહે છે કે ચીની લશ્કરે હુમલો કરી ભારતીય જવાનો ઉપર ગોળીવર્ષા કરી હતી. જો કે લશ્કરે આ અહેવાલો અંગે કોઈ જ સમર્થન કરેલ નથી કે નકારી કાઢેલ પણ નથી.

(12:00 am IST)