Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કોરોનામુક્ત દેશ ન્યૂઝીલેન્ડમાં ફરીવાર વાયરસની એન્ટ્રી થઈ

પીએમએ વાયરસના સંક્રમણની ચેતવણી આપી : ન્યૂઝીલેન્ડનો કોરોનાથી મુક્ત રહેવાનો ૨૪ દિવસથી મુક્ત રહેવાનો સિલસિલો તૂટી ગયો, બે નવા કેસ નોંધાયા

વેલિન્ગટન , તા. ૧૬ : કોરોના વાયરસથી મુક્ત થઈ ચૂકેલા ન્યૂઝીલેન્ડમાં એકવાર ફરીથી કોરોનાએ એન્ટ્રી મારી છે. ન્યૂઝીલેન્ડે ગુરૂવારે જાહેરાત કરી કે દેશમાં કોરોના વાયરસના બે નવા કેસ સામે આવ્યાં છે. સાથે ન્યૂઝીલેન્ડનો કોરોના વાયરસથી મુક્ત રહેવાનો ૨૪ દિવસથી મુક્ત રહેવાનો સિલસિલો તૂટી ગયો. ન્યૂઝીલેન્ડે કોરોના વાયરસના એક પણ કેસ સામે આવ્યા બાદ ગત સપ્તાહે તમામ આર્થિક અને સામાજિક પ્રતિબંધોને હટાવી લીધા હતાં. બધા વચ્ચે દેશના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ને ચેતવણી આપી કે, આવનારા સમયમાં વધુ નવા કેસ સામે આવી શકે છે. કારણ કે દેશના કેટલાક નાગરિકો ઘરે પાછા ફરી રહ્યાં છે અને કેટલાક અન્યને વિશેષ પરિસ્થિતિઓમાં આવવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

         સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, બંને નવા કેસમાં નાગરિકો બ્રિટનથી પાછા ફર્યા હતાં અને એકબીજા સાથે જોડાયેલા છે. અગાઉ સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, અંતિમ વ્યક્તિ કે જેમાં ચેપની પુષ્ટિ થઈ હતી તે હવે સ્વસ્થ થઈ ગયો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવ્યાં હતાં કે દેશમાં વિદેશથી નવા કેસ સામે આવી શકે છે. જેણે કેટલીક છૂટછાટો સાથે પોતાના નાગરિકો અને લોકોને બાદ કરતા અન્ય તમામમાટે પોતાની સરહદો સીલ કરી છે.

         વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ, ૫૦ લાખની વસ્તીવાળા દેશને બીમારીનો સફાયો કરવામાં અનેક કારણોએ મદદ કરી. દક્ષિણ પ્રશાંતમાં એકાંતમાં હોવાના કરાણે તેને અન્ય દેશોમાં વાયરસના પ્રસારને જોવા અને સમજવાનો પૂરતો સમય મળ્યો.તથા પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ને ન્યૂઝીલેન્ડમાં પ્રકોપની શરૂઆતમાં કડક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડમાં માત્ર ૧૫૦૦ની આસપાસ લોકો સંક્રમિત થયા અને ૨૨ લોકોના મૃત્યુ થયા છે.

(12:00 am IST)