Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

મુંબઈમાં કોરોનાથી મોતનો આંક ખોટો દર્શાવતા વિવાદ

સૌથી ખરાબ અસર પામેલા દેશના શહેરનો છબરડો : આંકમાં અન્ય રોગથી કે અકસ્માતથી મૃત્યુ પામનારાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનો કોર્પોરેશનનો દાવો

મુંબઇ, તા. ૧૬ : મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસથી થયેલા મૃત્યુઆંકમાં ગરબડી સામે આવી છે. મુંબઈમાં કોરોનાથી થયેલા ૪૫૧ દર્દીઓના મોતનો આંક બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના રેકોર્ડમાં નોંધ થઈ નથી. મીડિયા અહેવાલ અનુસાર સોમવાર સુધી મુંબઈમાં કોરોના વાયરસની બીમારીના ૫૯૨૯૩ કેસોની પુષ્ટિ થઈ છે, જ્યારે કુલ ૨૨૫૦ લોકોના મોત થયા છે. સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાથી ૪૧૨૮ લોકોના મોત થઈ ચૂક્યા છે, તેમજ રાજ્યમાં કુલ .૧૦ લાખ કેસો નોંધાયા છે.

           મુંબઈ મહાનગરપાલિકાના આંકડાથી ખબર પડી છે કે આઠ અન્ય કોરોના દર્દીઓના મોત અન્ય બીમારીના કારણે થયા છે. સૂત્રોના કહેવા મુજબ મહાનગર પાલિકાએ રાજ્ય સરકારને કહ્યું હતું કે ૪૫૧ પૈકી ત્રણ લોકોના મોત આત્મહત્યા કે દર્ઘટનાના કારણે થયા છે, જ્યારે ૨૦ લોકોના મોત થયા તેમના નામ રજિસ્ટર્ડ કરવામાં પુનરાવર્તન થયું છે. સૂત્રોએ ઉમેર્યું કે માહિતી સમયે સામે આવી છે, જ્યારે સૂત્રોનું કહેવું છે કે માહિતી સમયે સામે આવી છે, જ્યારે ગત સપ્તાહે એક બેઠકમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ બીએમસીને સ્પષ્ટ આંકડા સાથે આવવા કહ્યું. સૂત્રોનું કહેવું છે કે તેનો અર્થ થયો કે ૩૭૧ મોતની નોંધવાની પ્રક્રિયા હજુ બાકી છે. મુંબઈમાં કોરોનાથી વર્તમાન મૃત્યુદર . ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ . ટકાથી ખૂબ વધારે છે.

          મૃત્યુદર હવે . ટકા સુધી વધી શકે છે. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)ના પોર્ટલ પર નોંધાયેલા કોરોના આંકડાનો મહારાષ્ટ્ર સરકારના આંકડાથી મેચ કરતી વખતે ગરબડ સામે આવી છે. આંકડા મેચ કરવાની પ્રક્રિયા કેટલાય દિવસો સુધી ચાલી અને જૂને સમાપ્ત થઈ. તેમાં દરેક કોરોના દર્દીનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જે નામ બે વખત નોંધાયેલા હતા, તે દૂર કરવામાં આવ્યા. કોરોનાથી સાજા થયેલા દર્દીઓ, કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ અને કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની માહિતી અપડેટ કરવામાં આવી. મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય અધિકારીનું કહેવું છે કે, અમને માહિતી મળી છે કે ૪૫૧ લોકોના મોતની કોઈ માહિતી નથી. જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અજોય મેહતાએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે કોરોના વાયરસના કેસો અને તેનાથી થયેલા મોતના આંકડાને લઈને સંપૂર્ણ પારદર્શિતા રહેવી જોઈએ.

(12:00 am IST)