Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભારતીય કર્મીઓની સાથે મારપીટ કરાયાનો ઘટસ્ફોટ

સોમવારે ભારતીય કર્મીઓની અટકાયત બાદ છૂટકારો : અપહરણ કરનારા લોકોએ બંનેને ગંદુ પાણી પીવા મજબૂર કર્યા, આંખ ઉપર પટ્ટી, હાથમાં હાથકડી પહેરાવી દીધી

નવી દિલ્હી, તા. ૧૬ : પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસના બે કર્મચારીઓને સોમવારે એક દિવસની અટકાયતમાં રાખ્યા બાદ ઈસ્લામાબાદમાં છોડી દેવામાં આવ્યા છે. જ્યારે, હવે અટકાયતમાં કર્મચારીઓ સાથે થયેલા ગેરવ્યવહારને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોએ કહ્યું કે અટકાયતમાં કર્મચારીઓ સાથે મારપીટ થઈ અને તેમને એમ કબૂલ કરવા કહેવાયું કે લોકો એક દુર્ઘટનામાં સામેલ છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય દૂતાવાસમાં ડ્રાઈવર તરીકે કામ કરી રહેલા બે કર્મચારીઓને લગભગ ૧૫ થી ૧૬ હથિયારધારી લોકો દ્વારા લગભગ -૩૦ થી -૪૫ કલાક દરમિયાન દૂતાવાસની નજીકના પેટ્રોલ પંપની ઉઠાવી લેવાયા, પછી તેમની આંખ પર પટ્ટી અને હાથમાં હાથકડી પહેરાવી દીધી હતી. સૂત્રોએ વાતનો ખુલાસો કર્યો છે કે કેવી રીતે તેમને અચાનક પકડી લેવામાં આવ્યા અને પાંચથી વાહનોમાં આવેલાં હથિયારધારી લોકો તેમને અજાણ્યી જગ્યાએ લઈ ગયા હતા.

            તેમણે ઉમર્યું કે, અપહરણ કરનાર લોકોએ કેટલાક વીડિયો બનાવ્યા, જેમાં દૂતાવાસના કર્મચારીઓને એમ સ્વીકારવા મજબૂર કરાયા કે તેમણે એક દુર્ઘટના કરી છે. તેમણે જણાવ્યું કે હથિયારી લોકોએ ભારતીય કર્મચારીઓને પણ સ્વીકારવા માટે મજબૂર કર્યા કે દૂતાવાસમાં જાસૂસી અધિકારીઓ તેમને બહારથી લોકોને કારમાં બેસાડીને લાવવાનું કહે છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે બંને કર્મચારીઓને બપોરે બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી, સમય દરમિયાન કર્મીઓને ત્રાસ આપવામાં આવ્યો હતો. બંને કર્મચારીઓને અપહરણ કરનારાઓ લાત મારી અને ગંદુ પાણી પીવા મજબૂર કર્યા. તેમને દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓથી લઈને નીચલી રેન્કના કર્મચારીઓના કામોને લઈને પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેમને વારંવાર ધમકી આપવામાં આવી રહી હતી કે દૂતાવાસના દરેકે દરેક કર્મચારી અને અધિકારી સાથે પણ ભવિષ્યમાં આવું કરાશે, જે રીતે હાલ તમારી સાથે વર્તન કરાયું છે. જોકે, સોમવારે રાત્રે કલાકે બંને કર્મચારીઓને દૂતાવાસ પરત મોકલી દેવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસના કર્મીઓ સાથે ભૂતકાળમાં પણ દુર્વ્યાવહારની ઘટનાઓ બની છે.

(12:00 am IST)