Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

શિવસેનાએ કોંગ્રેસને આવાજ કરતા ખાટલા સાથે સરખાવ્યો

કોંગ્રેસના મંત્રીઓના નિવેદન બાદ શિવસેનાનો કટાક્ષ : મહારાષ્ટ્રની ગઠબંધનની સરકાર સ્થિર હોવાનો તેમજ આગળ જતા પણ ભંગાણ નહીં પડવાનો શિવસેનાનો દાવો

મુંબઈ, તા. ૧૬ : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાના ગઠબંધનની મહાવિકાસ અઘાડી સરકારમાં વિખવાદની ચર્ચા છે. સત્તાપક્ષ શિવસેનાએ તેના સાથી પક્ષ કોંગ્રેસ સામે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના મંત્રીઓ બાલાસાહેબ થોરાટ અને અશોક ચવાણના તાજેતરના નિવેદનો મામલે પાર્ટી પર નિશાન તાકતાં શિવસેનાએ કહ્યું કે 'ખાટલો કેમ ચરમરાઇ રહ્યો છે?' જોકે તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમારી પાર્ટી રાજ્યમાં તેનો કાર્યકાળ પૂરો કરશે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સરકારના મહિના પૂર્ણ થવાની સાથે કેટલાક લોકોને લાગતું હતું કે ગઠબંધનની સરકાર એક મહિના પણ નહિ ચાલે.

          પરંતુ એવું થયું અને આગળ જતાં પણ તેની સંભાવના નથી. પાર્ટીએ ઉમેર્યું કે કોંગ્રેસ પણ સારું કામ કરી રહી છે, પરંતુ સમય-સમય પર જૂનો ખાટલો રહી-રહીને આવાજ કરે છે. ખાટલો જૂનો છે, પરંતુ તેની એક ઐતિહાસિક વારસો છે. જૂના ખાટલા પર પડખું ફેરવનારા પણ ઘણાં લોકો છે. આથી આવાજનો વધુ અહેસાસ થાય છે. પોતાના મુખપત્ર 'સામના'માં શિવસેનાએ કહ્યું કે 'મુખ્યમંત્રીને મળીને વાત કરીશુ, થોરાટ એવું બોલ્યા હતા.

          એ ખાટલા પર બેસેલા અશોક ચવાણે પણ એક ઇન્ટરવ્યૂમાં આપ્યો અને કહ્યું કે સરકારને કોઇ ખતરો નથી. પરંતુ સરકારમાં અમારી વાત પણ સાંભ?ળવામાં આવે, વહીવટી અધિકારીઓ નોકરશાહો વિવાદ જન્માવી રહ્યા છે. અમે મુખ્યમંત્રી સાથે વાત કરીશું.' પાર્ટીએ વધુમાં ઉમેર્યું કે હવે એવું નક્કી કરાયું છે કે આવાજ કરનાર ખાટલાના બન્ને મંત્રીઓ મુખ્યમંત્રીને મળીને પોતાની વાત રજૂ કરવાના છે.

(12:00 am IST)