Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કોરોનાનું કાળચક્ર : દેશમાં એક દિવસમાં ૧૦,૦૦૦થી વધુ કેસ

સતત પાંચમા દિવસે કોરોનાના ૧૦૦૦૦થી વધુ કેસ : ૩૮૦ લોકોનાં મોત સાથે આંકડો ૯,૯૦૦ : ચેપગ્રસ્તોની સંખ્યા ૩૪૩૯૦૧ દર્દીની રિકવરીની ટકાવારી ૫૨.૪૬

નવી દિલ્હી, તા. ૧૬ : ભારતમાં સતત પાંચમા દિવસે કોરોનાના ૧૦,૦૦૦થી વધુ કેસો નોંધાયા છે. જેના કારણે મંગળવારે ચેપગ્રસ્તોની સંખ્યા વધીને ,૪૩,૦૯૧ થઇ છે. એક દિવસમાં વિક્રમી ૩૮૦ લોકોના મોત કોરાનાને કારણે થયા છે. આમ બીમારીથી મોતનો કુલ આંકડો વધીને ,૯૦૦ થયો છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડામાં જણાવાયું છે. સમગ્ર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૬૬૭ કોરોનાના કેસો નોંધાયા છે. કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને ,૫૩,૧૭૮ થઇ છે જ્યારે તેમાં ,૮૦,૦૧૨ લોકો સાજા થઇ ગયા છે. એક દરદી માઇગ્રેટ થયો છે તેમ સવારના આઠ કલાક સુધીના સત્તાવાર આંકડામાં જણાવાયું છે. આમ એકંદરે જોઇએ તો હવે ભારતમાં દરદીઓની રિકવરીની ટકાવારી ૫૨.૪૬ ટકા થઇ છે.

            આની સાથે ભારત અમેરિકા, બ્રાઝીલ અને રશિયા પછી બીમારીની અસરથી પીડાતો ચોથા ક્રમનો સૌથી મોટો દેશ બની ગયો છે. સમગ્ર વિશ્વમાં કોરોનાના આંકડા આપતી જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનું કહેવું છે કે મોતના આંકડાના દ્રષ્ટિએ ભારત આઠમા ક્રમે છે. મોતના કન્ફર્મ્ડ કેસોમાં વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. ૩૮૦ જેટલા નવા મોતમાં મહારાષ્ટ્ર ૧૭૮ સાથે ટોચ પર છે અને પછી ૭૩ મોત સાથે દિલ્હી બીજા ક્રમે છે. તમિલનાડુમાં ૪૪ લોકોના મોત થયા છે, તો ગુજરાતમાં આંકડો ૨૮નો હતો. હરિયાણા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અનુક્રમે ૧૨, ૧૦, અને લોકોના મોત થયા છે. કોરોનાથી થયેલા કુલ ,૯૦૦ મોતમાં ,૧૨૮ મોત સાથે મહારાષ્ટ્ર ટોચ પર છે. ગુજરાત ,૫૦૫ મોત સાથે બીજા ક્રમે છે. દિલ્હીમાં ,૪૦૦ લોકોના મોત થયા છે.

           પશ્ચિમ બંગાળમાં ૪૮૫ અને તમિલનાડુમાં ૪૭૯ લોકોના મોત નીપજ્યા છે. મધ્યપ્રદેશમાં ૪૬૫ અને ઉત્તરપ્રદેશમાં ૩૯૯ લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. રાજસ્થાન અને તેલંગણામાં અનુક્રમે ૩૦૧ અને ૧૮૭ લોકો મોતના મુખમાં સમાયા છે. જોકે કોમોર્બિડિટીઝને કારણે ૭૦ ટકાથી વધુ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ ,૧૦,૭૪૪ કેસો નોંધાયા છે. પછી તમિલનાડુમાં ૪૬,૫૦૪, દિલ્હીમાં ૪૨,૮૨૯, ગુજરાતમાં ૨૪,૦૫૫ કેસો થયા છે. ઉત્તરપ્રદેશમાં ૧૩,૬૧૫ લોકોને કોરોના થયો છે. રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં આંકડો અનુક્રમે ૧૨,૯૮૧ અને ૧૧,૪૯૪ થયો છે તેમ આરોગ્ય મંત્રાલયે તેની આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

(12:00 am IST)