Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

પાકિસ્તાનમાં માર્શલ લો ની તૈયારી : કોરોના વાઇરસ સામે ઇમરાનખાનની નિષ્ફળતાથી આર્મી અધિકારીઓ નારાજ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં વધી રહેલા કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનની નીતિઓ નિષ્ફ્ળ પુરવાર થઇ રહી હોવાથી આર્મી અધિકારીઓ નારાજ છે.જેઓએ વહીવટી કામગીરીમાં સુધાર માટે 12 જેટલા લેફટનન્ટ જનરલ કક્ષાના અધિકારીઓને કામે લગાડી દીધા છે.આ સંજોગોમાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે વ્યક્ત કરેલી શંકા મુજબ દેશમાં માર્શલ લો લાગુ પડી શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:36 pm IST)