Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

મા હિન્દી કૃપાથી હિન્દીની જ કવિતા સાંભળાવવા ચાર્ટર પ્લેનમાં પણ ગોલગપ્પા ખાઈ તૃપ્ત રહું છું: કુમાર વિશ્વાસ

કુમાર વિશ્વાસે લખ્યું - અરે હા ! પોનમુડી ભાઈ અમે બધા તો અમારા વિસ્તારમાં ઇડલી- ઢોસા બનાવતા દરેક દક્ષિણી ભાઈઓને પ્યાર અને આદરથી ‘અન્ના’ કહીએ છીએ. જીભ સારી રાખશો તો સ્વાદ પણ સારો લાગશે

તમિલનાડુના ઉચ્ચ શિક્ષણ મંત્રી કે. પોનમુડીએ હીન્દી ભાષીઓ અંગે કરેલી ટિપ્પણીઓ કુમારે બરોબરની ટીકા કરતા જણાવ્યું હતું કે, ‘જીભ સંભાળીને બોલો ભાઈ.’

પોનમુડીએ એવો કટાક્ષ કર્યો હતો કે, ‘હીન્દી બોલનારા તો અમારે ત્યાં પાણીપુરી વેચે છે.’ તે ઉપર વળતા પ્રહારો કરતાં કુમાર વિશ્વાસે ફેસબુક ઉપર લખ્યું હતું કે, ‘અમે તો ગોલગપ્પા વેચીને પણ ખુશ છીએ તેથી મા હિન્દી કૃપાથી હિન્દીની જ કવિતા સાંભળાવવા ચાર્ટર પ્લેનમાં પણ ગોલગપ્પા ખાઈ તૃપ્ત રહું છું. જીભ શંભાળો ભાઈ તો સ્વાદ પણ સારો લાગશે.’ આ સાથે તેઓએ ફેસબુક પર લખ્યું : ‘અમારી તમિળ-માશીના પ્રિય પુત્ર ભાઈ કે. પોનમુડીજી અમે હિન્દી માતાના પુત્ર- પુત્રીઓ તો દરેક હાલતમાં ગૌરવાન્વિત જ રહીએ છીએ કારણ કે અમે ભારતીય ભાષાઓના યશસ્વી પરિવારમાં જન્મ લીધો છે. અમે સર્વે તો દક્ષિણના અમારા ભાઈ- બહેનોના સ્વાદમાં ઉર્જા આપનાર ગોલગપ્પો વેચીને પણ ખુશ છીએ. તેમાંયે માતા હિન્દીની કૃપાથી હિન્દીની જ કવિતા સંભાળવવા ચાર્ટર પ્લેનમાં મુસાફરી કરતા ચાર્ટરમાં પણ ગોલગપ્પા ખાઈને તૃપ્ત રહીએ છીએ.’

આમ આદમી પાર્ટીના આ પૂર્વ નેતાએ ફેસબુક પર વધુમાં લખ્યું હતું તમિળ ઘણી જ સમૃદ્ધ અને વિકસિત ભાષા છે. આપે તો તેથી ગૌરવાન્વિત થવું જોઈએ કે, અમે અને આપ આવા ભાષા કુટુમ્બના સભ્યો છીએ. અરે હા ! પોનમુડી ભાઈ અમે બધા તો અમારા વિસ્તારમાં ઇડલી- ઢોસા બનાવતા દરેક દક્ષિણી ભાઈઓને પ્યાર અને આદરથી ‘અન્ના’ કહીએ છીએ. જીભ સારી રાખશો તો સ્વાદ પણ સારો લાગશે. લવ યુ જયહિન્દ.

(1:00 am IST)