Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

મુંબઈમાં વરલી ખાતે બપોરે ૨ સુધીમાં ૭ ઈંચ વરસાદઃ ૮ થી ૧૦ ઈંચ ક્રોસ કરી જશે

દ.મુંબઈમાં ૬-૬ ઈંચ ખાબકયો

મુંબઈમાં સવારે ૮ થી બપોરે ૨ સુધીમાં વરલી ખાતે ૧૭૦ મી.મી.(૭ ઈંચ) વરસાદ નોંધાયો છેઃ જે મોડે સુધીમાં ૮ થી ૧૦ ઈંચને ક્રોસ કરી જવા સંભવ છે. સવારથી વાવાઝોડા જેવા ૧૦૦ કી.મી. થી ૧૫૦ કી.મી. સુધીનો તોફાની વાવાઝોડા જેવા પવન સાથે અંધાધૂંધ વરસાદ પડયો છે. અનેક વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણી ભરાઇ ગયા છે. આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ છે. કાતિલ પવન ફુંંકાઇ રહ્યો છે. દક્ષિણ મુંબઈના ઘણા વિસ્તારોમાં ૬ કલાકમાં ૬ ઈંચ જેટલું પાણી પડી ગયું છે. સાંજ સુધીમાં હજુ ભારે વરસાદ પડશે અને સાંજ પછી વરસાદનું જોર ઘટી જશે તેમ મુંબઈ વેધર નોંધે છે.

(3:06 pm IST)
  • રાજકોટ, મોરબી અને આસપાસના વિસ્તારોમાં સોમ અને મંગળવાર સુધીમાં ૫ થી ૭ ઇંચ જેવા ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. bbc પણ રાજકોટને ભારે વરસાદવાળા ઝોનમાં મુકે છે. access_time 9:28 am IST

  • મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને મુંબઇ 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલમાં મુંબઇમાં NDRFની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે અને 5 ટીમો એલર્ટ પર છે. મુંબઈમાં 5 સ્થાનો પર અસ્થાયી આશ્રય ઘરો બનાવવામાં આવ્યા છે, જેથી લોકોને જરૂર પડે તો અહીં સ્થળાંતર કરી શકાય. વેસ્ટર્ન મુંબઈમાં NDRFની ત્રણ ટીમો અને પૂરથી સુરક્ષા માટે ફાયર બ્રિગેડની 6 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અહીં બપોરે 2 વાગ્યા સુધી એરપોર્ટ પણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. access_time 5:28 pm IST

  • કેરળમાં પણ કેસ ઘટયા: સાજા થવાનો આંક ઘણો ઊંચો રહ્યોકેરળમાં પણ કોરોના કેસ ઘટી ગયા. ૨૪ કલાકમાં આજે નવા ૨૯૭૦૪ કેસ નોંધાયા, ૮૯ મૃત્યુ થયા અને ૩૪૨૯૬ સાજા થયા છે. નવા કેસ કરતા સાજા થવાનો આંક લગભગ સાડા ચાર હજાર જેટલો વધુ છે. access_time 7:48 pm IST