Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

પાક. રૂપિયો ઓલ ટાઇમ લો : ડોલર સામે ૧૪૭ ની સપાટીએ

. પાકિસ્તાનમાં આર્થિક સ્થિતી કફોડીઃ જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ આસમાને

ઇસ્લામાબદ તા ૧૭ : પાકિસ્તાનમાં આર્થિક પતનને પગલે પાકિસ્તાની રૂપિયો ડોલરની સામે ૧૪૭ના વિક્રમી નીચલા સ્તરે પહોંચી ગયો છે. રૂપિયો વધુ ને વધુ તળિયા ઝાટક થતાં પાકિસ્તાનના અર્થતંત્ર પર મોટો ખતરો ઝળુંબી રહયો છે. ગત સપ્તાહે પાકિસ્તાની  રૂપિયો ડોલરની સામે ૧૪૧ પર આવી ગયો હતો અને આ સપ્તાહે રૂપિયો વધુ ગગડયો છે. તેના કારણે પાકિસ્તાનમા ં મોંઘવારી માઝા મુકશે.

પાકિસ્તાન રોજબરોજની આવશ્યક ચીજવસ્તુઓ માટે ઇમ્પોર્ટ પર નિર્ભર છે. આ સંજોગોમાં રૂપિયો સાવ તળિયે જતાં પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી બની છે. કરન્સીનું પત્તન થતાં સરકાર હવે પાકિસ્તાની નાગરીકો દ્વારા વિદેશ યાત્રા સમયે સાથે લઇ જવા માટેની કરન્સીની મર્યાદા ૧૦ હજારથી ઘટાડીને ત્રણ હજાર  ડોલર કરવા વિચારી રહી છે.

પાકિસ્તાનનો વિકાસદર નવ વર્ષમાં સોૈથી ઓછો છે. વિકાસદર ઘટીને ૩.૩ ટકા રહેવાનું અનુમાન વ્યકત કરાયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આઇએમએફે મદદ કરવા ખાતરી આપી હોવા છતાં આર્થિક સ્થિતિમાં કોઇ મોટો સુધારો જોવાયો નથી.

(3:46 pm IST)