Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

મોદી-મમતાની આક્રમક રેલી બાદ પ.બંગાળમાં ચૂંટણી પ્રચાર થંભ્યો

સાતમા અને અંતિમ ચરણ માટે પ.બંગાળની ૯ લોકસભા સીટો પર ૧૯મી એ મતદાન

કલકત્તા તા. ૧૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ મમતા બેનર્જીની આક્રમક રેલીઓ બાદ બંગાળમાં લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ ચરણ માટે ચૂંટણી પ્રચાર થંભી ગયો છે. પ્રચારના અંતિમ દિવસે પીએમ મોદીએ એક બાજુ જયાં રાજયમાં રેલીઓને સંબોધિત કરી. બીજી બાજુ મમતા બેનર્જીએ અનેક સભાઓ અને એક રોડ શો દ્વારા મતદાતાઓને સાધવાના પ્રયત્નો કર્યા. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે રાજયમાં એક દિવસ પહેલા જ ચૂંટણી પ્રચાર ખત્મ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

પંચે સંવિધાનના અનુચ્છેદ ૩૨૪નો પ્રથમ વાર પહેલા જ ચૂંટણી પ્રચાર ખતમ કરી દેવામાં આવશે. પહેલા તે આજે પૂર્ણ થવનો હતો પરંતુ પંચના આદેશ મુજબ, ગઈ કાલે રાતે ૧૦ વાગ્યા બાદથી કોઈ પણ રીતે કોઈ પણ રાજનૈતિક દળ ચૂંટણી પ્રચાર નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ ચરણ માટે પશ્યિમ બંગાળની ૯ લોકસભા સીટો પર ૧૯ મેએ મતદાન થવાનું છે.

વિપક્ષે ચૂંટણી પંચના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. આપના નેતા અરવિંદ કેજરીવાલે પંચની નિંદા કરીને પૂછ્યું છે કે શું પંચે પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓના ખતમ થયા બાદ ચૂંટણી પ્રચાર રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે.ઙ્ગ એસપી પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરી રહ્યું કે તે નિષ્પક્ષ લોકતાંત્રિક પ્રક્રિયા વિરુદ્ઘ છે.

રાજયમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહની રેલી દરમિયાન ઉપજેલા વિવાદના કારણે ચૂંટણીપંચે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે અમિતશાહના રોડ શો દરમિયાન ભારે હોબાળો થયો એમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત રાજયમાં અનેક જગ્યાએ આગજની અને તોડફોડની ઘટનાઓ જોવા મળી. આ દરમિયાન ઉપદ્રવીઓએ વિદ્યાસાગરની પ્રતિમા પણ તોડી દીધી છે. ચૂંટણીપંચે મૂર્તિ તોડવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.

બીજી બાજુ આ મામલા અંગે પશ્ચિમ બંગાળની સત્તાસીન ટીએમસી પક્ષ અને બીજેપી વચ્ચે નિવેદનબાજીનો દોર હજુ પણ ચાલુ છે. બીજેપી જયાં તેને આપાતકાલીન સ્થિતિ ગણાવીને મમતા સરકાર પર નિશાન સાધ્યું છે બીજી બાજુ ટીએમસી એ બીજેપીને હિંસા માટે જવાબદાર ગણાવ્યા છે.

(1:13 pm IST)