Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

સટ્ટાબજાર

૧.૭પ લાખ કરોડ દાવ પરઃ પ.બંગાળની હિંસાનો ફાયદો ભાજપનેઃ ર૪પ-રપ૦ બેઠકોઃ સન્નીનો ભાવ રર પૈસા

છઠ્ઠા ચરણ સુધી ભાજપની સ્થિતિ ડામાડોળ હતી પણ પ.બંગાળની હિંસાથી સ્થિતી ભાજપ તરફી

મુંબઇ તા. ૧૭ :.. લોકસભાની ચૂંટણીના ૬ તબકકાનું મતદાન થઇ ચુકયું છે. મુંબઇ સટ્ટાબજારમાં ચૂંટણીના છઠ્ઠો તબકકો પુરો થતાં બીજેપીની ૧૦ બેઠકો ઓછી થઇ ગઇ છે. આગલા દિવસે સવાર સુધી પશ્ચિમ બંગાળની ભયાનક રાજકીય હિંસા અને મારઝૂડનો સીધો ફાયદો બીજેપીને મળતો હોવાનું સટ્ટાબજાર માને છે.

સટ્ટાબજારના આકલનના હિસાબે ર૩૭ થી ર૪૧ સીટ પર બીજેપી સમેટાઇ શકે એમ હતી. પરંતુ હિંસાના સમાચાર આવ્યા બાદ ૪ થી પ સીટ વધવાની શકયતા છે. છઠ્ઠા તબકકાના મતદાન બાદ કોંગ્રેસની ૭૯ માંથી ૮૧ બેઠક થઇ ગઇ છે.

સટોડિયાઓનું કહેવું છે કે ભાવમાં બહુ ફરક નથી પડયો.

શેરબજારની અસર નહીં

એક બુકીનાં કહેવા મુજબ મુંબઇ સટ્ટાબજાર પર શેરબજાર ઘટવાની અસર થઇ રહી છે. બજારમાં ચર્ચા છે કે ચૂંટણીમાં બીજેપીના ખરાબ પ્રદર્શનથી સેન્સેકસ ગબડી રહ્યો છે. આ કેટલું સાચું છે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ એટલું જરૂર છે કે ચીન-અમેરિકા વચ્ચે આયાત-નિકાસના ફરકથી ચાલી રહેલા આર્થિક યુધ્ધને લીધે ભારતનું શેરબજાર નીચે આવવાનું મહત્વનું કારણ છે એથી શેરબજાર ઘટવાની અસર સટ્ટાબજાર પર નથી થઇ રહી.

સની દેઓને સારો ચાન્સ

બુકીના કહેવા મુજબ ગુરદાસપુરમાં ચૂંટણી લડી રહેલા સની દેઓલનો ભાવ બાવીસ પૈસા ચાલી રહ્યો છે.

૧.૭પ લાખ કરોડ દાવ પર

લોકસભાની ચૂંટણીનો છઠ્ઠો તબકકો પૂરો થયો ત્યાં સુધી લગભગ ૧ લાખ ૭પ હજાર કરોડ રૂપિયાના સટ્ટાના સોદા થયા છે. બુકીઓએ જણાવ્યા મુજબ આઇપીએલ ખતમ થવાની સાથે જ સટોડિયા અને પંટરો ચૂંટણીના સટ્ટા તરફ વળ્યા છે જેનો મોટો ફાયદો ચૂંટણી પર સટ્ટો લેનારા બુકીઓને થઇ રહ્યો છે.

ચૂંટણીનો અંતિમ તબકકો

ર૦૧૯ ની ૧૯ મે એ લોકસભાની ચૂંટણીના આખરી એટલે કે સાતમાં તબકકાનું મતદાન પુરૃં થશે. આ તબકકામાં બિહાર (૮), ઝારખંડ (૩), મધ્ય પ્રદેશ (૮), પંજાબ  (૧૩), પશ્ચિમ બંગાળ (૯), ચંડીગઢ (૧), ઉત્તર પ્રદેશ (૧૩), હિમાચલ પ્રદેશ (૪) મળીને ૮ રાજયોની કુલ પ૯ બેઠકો પર મતદાન થશે.

ર૦૧૯ ની ર૩ મે એ ચૂંટણીનું પરિણામ આવશે. આ પરિણામ મોડી રાત સુધી સંપૂર્ણપણે જાહેર થવાની શકયતા છે. કેટલીક બેઠકો પર ફરી ગણતરી કરવી પડશે તો બીજા દિવસે લોકસભાની તમામ બેઠકનું રિઝલ્ટ સામે આવી જશે.

(11:40 am IST)