News of Thursday, 17th May 2018

આગામી ત્રણ દિવસ ઉત્તર - પૂર્વી રાજ્યોમાં ભારે તોફાન અને વરસાદની આગાહી

નવી દિલ્હી :ભારતીય હવામાન વિભાગે એકવાર ફરીથી ભારે તોફાનની સંભાવનાઓ વ્યક્ત કરી છે વિભાગે જણાવ્યુ કે ઉત્તર-પુર્વી રાજ્યોમાં આવનારા ત્રણ દિવસમાં ભારહે તોફાન આવી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યુ કે આવનારા ત્રણ દિવોસોમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ,પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં તોફાન, ભારે પવન, અને વરસાદ આવવાની સંભાવનાઓ છે, આ ઉપરાંત રાજસ્થાનમાં ઘુળની ડમરીઓ સાથે વાવાઝોડુ ફુંકાશે 

(8:43 pm IST)
  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST