Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

સુપ્રિમ કોર્ટમાં આખી રાત્રી કર્ણાટકનો 'જંગ' ખેલાયો

રાત્રીના ૧.૩૦ વાગ્યાથી પરોઢિયે ૫.૩૦ વાગ્યા સુધી રસપ્રદ દલીલોઃ અંતે શપથવિધિ યોગ્ય ગણાવીઃ હવે કાલે સુનાવણી

નવી દિલ્હી, તા. ૧૭ :. યેદિયુરપ્પાની શપથવિધિ થશે. સુપ્રીમ કોર્ટમાં આખી રાત ચાલ્યુ હીયરીંગ... ત્રણ જજની બેન્ચે કોંગ્રેસ-જેડીએસની અરજીની કરી સુનાવણી...

યેદિયુરપ્પાને કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા સામે કરેલી અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટના ૩ જજની બેંચે કરી. કોંગ્રેસે ગવર્નરના નિર્ણયને બંધારણનું એન્કાઉન્ટર ગણાવીને મધરાત પહેલા પીટીશન ફાઈલ કરેલ. ભાજપા અને કોંગ્રેસ-જેડીએસ બન્નેએ નવી સરકાર બનાવવા માટે દાવો રજુ કર્યો હતો. ભાજપા એક અપક્ષ સાથે મળીને ૨૨૨ બેઠકમાંથી ૧૦૫ બેઠકો ધરાવે છે.

સમગ્ર ઘટનાક્રમ નીચે મુજબ થયેલ.

સવારે ૪.૩૬ : સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ-જેડીએસની અરજી ડીસમીસ ન કરી અને યેદિયુરપ્પા સહિત જવાબદારોને જવાબ ફાઈલ કરવા નોટીસ આપી.

૪.૨૭ : શ્રી સીંઘવી એ કહ્યુ શપથવિધિ ૨ દિવસ મોડી કરો.

૪.૨૬: અભિષેક સીંઘવીએ કહ્યુ કે, યેદિયુરપ્પાને બદલે ભાજપાએ કોર્ટમાં બે ધારાસભ્યોને મોકલ્યા છે. સુપ્રીમ કોર્ટે શપથવિધિ રોકવી જોઈએ. રોહતગી અને સીંઘવી એકબીજાનો વિરોધ કરે છે. જજોએ કહ્યુ અમને આ દલીલોની એલર્જી છે.

૪.૨૦: રોહતગીએ ઉતરાખંડનો દાખલો આપતા કહ્યુ કે હાઈકોર્ટ હરીશ રાવતની સરકાર રીસ્ટોર કરી હતી.

૪.૧૬: મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટને કહ્યુ કે કોર્ટ બહુમતી પુરવાર કરવાનો સમય ઘટાડીને ૭ દિવસનો કરી શકે છે.

૪.૧૪ : રોહતગીએ દલીલ કરતા કહ્યુ કે સુપ્રીમ કોર્ટ ગવર્નરને એફીડેવીટ કરવાનુ ન કહી શકે કે તેમને નોટીસ પણ ન આપી શકે. સુપ્રીમ કોર્ટે તેમને પુછયુ કે શું ગવર્નર વ્યકિતગત રીતે કોર્ટને જવાબ આપવા બંધાયેલ નથી. રોહતગીએ જવાબમાં કહ્યુ કે ગવર્નરને તેમનુ કામ કરતા રોકી શકાય નહીં. ૪.૧૦ : રોહતગીએ કહ્યુ કોર્ટ રાજ્યપાલને તેમનું બંધારણીય કામ કરતા રોકી શકે ? શું સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને જજની નિયુકિત કરતા રોકી શકે ? તેમણે વધુ દલિલ કરતા કહ્યુ કે રાજ્યપાલનું કામ શપથ લેવડાવવાનુ છે પછી તે સાચુ હોય કે ખોટું.

૪.૦૫ : અભિષેક સીંઘવી એ કહ્યુ કે યેદિયુરપ્પાના વકીલ હાજર નથી અને રોહતગીના કલાયન્ટ આ કેસમાં પાર્ટી નથી.

૪.૦૧ : એટર્ની જનરલે ભાજપાને બહુમતી પુરવાર કરવા આપેલ સમય ઘટાડીને સાત દિવસ કરવા કહ્યું.

૩.૫૭: ૧૫ દિવસમાં આસમાન તૂટી નહીં પડે. શપથવિધિ રોકવાનું કારણ શું ? ધારાસભામાં પુરવાર થઈ જ જશે - વેણુગોપાલ.. જે પ્રવાહી સ્થિતિ છે તે જ મુશ્કેલી છે - સુપ્રીમકોર્ટ

૩.૫૩ : ધારાસભામાં બહુમતી પુરવાર થયા પછી શપથવિધિ ફરીથી પણ થઈ શકે છે - વેણુ ગોપાલ. ગવર્નરે બહુમતી પુરવાર કરવા ૧૫ દિવસ શા માટે આપ્યા એવું સુપ્રીમના પુછવા પર તેમણે કહ્યુ કે તે ગવર્નરનો નિર્ણય છે.

૩.૫૧ : જેડીએસ અને કોંગ્રેસ ભાજપા કરતા આગળ હોવા છતાં યેદિયુરપ્પાએ કઈ રીતે દાવો કર્યો એવી સુપ્રીમે નોંધ કરી.

૩.૪૯ : એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં કોઈ સભ્ય જાય તો પક્ષાંતર કહેવાય. પક્ષાંતર વિરોધી કાયદો જ્યાં સુધી ધારાસભ્ય તરીકે શપથ ન લેવાય ત્યાં સુધી અમલમાં ન આવે - વેણુગોપાલ.

તમારૂ એમ કહેવુ છે કે શપથવિધિ પહેલા ધારાસભ્યો કોઈપણ પાર્ટીમાં જઈ શકે ? બીજી પાર્ટીએ ૧૧૬ નામ રજુ કર્યા પછી તમારી પાસે એનાથી વધારે સભ્યો કેવી રીતે હોય ?

૩.૪૨ : ઉચ્ચ સરકારી વકીલો જેવા કે એડવોકેટ જનરલ કે.કે. વેણુગોપાલ, અધિક સોલીસીટર જનરલ તુષાર મહેતા અને મનીન્દરસિંઘ કોર્ટમાં ઉપસ્થિત હતા.

૩.૪૦ મુકુલ રોહતગી બે ભાજપા ધારાસભ્યો માટે દલીલ કરતા કહ્યુ કે આ કેસ મધરાતે ન લેવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તમે કયા આધારે આ કહો છો ?

૩.૩૬ : અભિષેક સીંઘવીએ પોતાની દલીલો પૂર્ણ કરી.

૩.૩૪ : ભાજપાના યેદિયુરપ્પાને બોલાવવાનું અને કોંગ્રેસના ટેકાવાળા કુમાર સ્વામીને ન બોલાવવાનું કોઈ કારણ રાજ્યપાલે આપ્યુ નથી. કયા આધારે યેદિયુરપ્પાને આમંત્રણ અપાયુ તે જ્યાં સુધી ન બતાવાય ત્યાં સુધી સુપ્રીમ કોટ૪ શપથવિધિ રોકી શકે છે - સીંઘવી

૩.૨૮ : સુપ્રીમ કોર્ટે સીંઘવીને પોતાની દલીલો પુરી કરવા જણાવ્યું.

૩.૧૭ : રાજ્યપાલની સરકારી ફરજો જ્યુડીશ્યલ રીવ્યુમાં હોવાથી કોર્ટ જયપાલને પ્રશ્નો પૂછી શકે.

કોંગ્રેસ અને ભાજપના વકીલો વચ્ચે દલીલોની રમઝટ

સિંઘવીની દલીલ

અમારી પાસે ૧૧૬ ધારાસભ્યોની ચિઠ્ઠીઓ છે. પરંતુ ભાજપ પાસે ૧૦૪ ધારાસભ્ય છે. તેમ છતાં રાજયપાલે યેદ્દિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. આ ગેરબંધારણીય છે.

મુકુલ રોહતગીની દલીલ

રાજયપાલને સૌથી મોટા પક્ષને આમંત્રણ આપવાનો અધિકાર છે. સૌથી મોટો પક્ષ સરકાર બનાવવામાં નિષ્ફળ રહેતો બીજા પક્ષને બોલાવી શકાય છે.

સિંઘવીની દલીલ

એવું હતું તો ગોવામાં કોંગ્રેસને આમંત્રણ શા માટે અપાયું નહીં ? ત્યાં તો કોંગ્રેસ જ સૌથી મોટો પક્ષ હતો.

મુકુલ રોહતગીરીની દલીલ

ભૂલ કોંગ્રેસની હતી. તેમણે રાજયપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો જ નહોતો કર્યો. દાવો ભાજપે કર્યો, તેથી તેને શપથ અપાવાઇ હતી.

(3:22 pm IST)
  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST

  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST

  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST