News of Thursday, 17th May 2018

નિષ્પક્ષ અને યોગ્ય પ્રકિયા વિના કોઈને જેલમાં મોકલવાય તો સમજો કે આપણે સભ્ય સમાજમાં રહેતા નથી: સુપ્રીમ કોર્ટ

દરેક કાયદાને જીવનના અધિકાર સાથે સંબંધિત મૌલિક અધિકાર અંતર્ગત જોવો પડશે.

 

નવી દિલ્હી: જો નિષ્પક્ષ અને યોગ્ય પ્રક્રિયા વિના કોઈને જેલની પાછળ મોકલવામાં આવે છે તો સમજો કે આપણે સભ્ય સમાજમાં નથી રહેતા. દરેક કાયદાને જીવનના અધિકાર સાથે સંબંધિત મૌલિક અધિકાર અંતર્ગત જોવો પડશે. અધિકારને સંસદ પણ ઘટાડી શકે એસસી એસટી એક્ટ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે કેન્દ્ર સરકારની રિવ્યુ પિટિશન પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે, કોઈની પણ ધરપકડ નિષ્પક્ષ અને યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત થવી જોઈએ. જસ્ટિસ . કે ગોયલ અને યુ. યુય લલિતની બેંચે મામલામાં કોઈ વચગાળાનો આદેશ નથી આપ્યો, એટલે કે સુપ્રીમ કોર્ટનો આદેશ પ્રભાવી રહેશે.

  સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગોયલે ટિપ્પણી કરી છે કે, જે પણ કાયદો છે, તેને કલમ-21 (જીવનના અધિકાર) અંતર્ગત જોવો પડશે. સુપ્રીમ કોર્ટે મેનકા ગાંધી સંબંધી કેસમાં અંગે વ્યવસ્થા આપી હતી. કલમ-21 અંતર્ગત જીવનના અધિકારનું વર્તુળ ઘણું મોટું છે અને કાયદાને ચશ્માથી જોવા પડશે. અધિકારને છીનવી કે ઓછો કરી શકાય. કોઈ તેને ઓછો કરી શકે, ત્યાં સુધી કે સંસદ પણ અધિકારથી વંચિત કરી શકે. કોઈની ધરપકડ કોઈ નિષ્પક્ષ પ્રક્રિયા વિના કઈ રીતે થઈ શકે. તેને કલમ-21ના સંદર્ભમાં ફરજિયાત રીતે જોવું પડશે. ધરપકડ યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત થવી જોઈએ. જો નિષ્પક્ષ પ્રક્રિયા વિના કોઈને અંદર કરાય છે, તો આપણે સભ્ય સમાજમાં નથી રહેતા. યોગ્ય પ્રક્રિયા વિના કોઈને અંદર રાખી શકાય નહીં.

    એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે, કલમ-21માં જીવનનો અધિકાર છે અને ગરિમા સાથે જીવવાનો અધિકાર છે, જે પશુની જેમ જીવનની વાત નથી કરતો. જીવનના અધિકારનું વર્તુળ ઘણું મોટું છે અને દરેક અધિકારને સુનિશ્વિત કરવાનું વિકાસશીલ દેશમાં મુશ્કેલ છે. જસ્ટિસ ગોયલે કહ્યું કે, યોગ્ય સ્ક્રૂટિની વિના કોઈની લિબર્ટીને કઈ રીતે લઈ શકાય. એટોર્ની જનરલે કહ્યું કે, કલમ-21 અંતર્ગત જીવનના અધિકારમાં શેલ્ટરનો અધિકાર, ભોજનનો અધિકાર, રોજગારનો અધિકાર, સ્વાસ્થ્યનો અધિકાર, સ્વચ્છ પર્યાવરણનો અધિકાર સહિત 21 પ્રકારના અધિકાર સામેલ છે. વિકાસશીલ દેશમાં શક્ય નથી કે,   દરેક નાગરિકના દરેક અધિકારને સુનિશ્વિત કરી શકાય. રોજગારનો અધિકાર છે, પરંતુ સરકાર રોજગારનો પ્રયાસ કરે છે. લાખો લોકોની પાસે રોજગાર નથી અને બધાને રોજગાર આપવાનું સુનિશ્વિત કરવું શક્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પરંતુ સરકારનો હેતુ તો છે કે લોકોના અધિકાર સુનિશ્વિત થાય. ત્યારે એટોર્ની જનરલે કહ્યું કે, તેના માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે કે સરકાર વેલફેર ઓફ સ્ટેટ માટે પ્રયાસ કરશે અને સરકાર તેના માટે પ્રયાસ પણ કરી રહી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અધિકારનો ઉપયોગ સરકાર કરે, પરંતુ મૌલિક અધિકારને લઈ શકાય નહીં. કલમ-21 અંતર્ગત જીવનના અધિકાર અને સ્વચ્છંદતાના અધિકારને સંસદ પણ ઘટાડી શકે
   . દરમિયાન વેણુગોપાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ કાયદાના ગેપને ભરી શકે છે, પરંતુ વૈકલ્પિક કાયદો બનાવી શકે. દરમિયાન જસ્ટિસ લલિતે કહ્યું કે, હજારો ઉદાહરણો છે, જ્યાં સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન્સ બનાવી છે. જોકે, સુપ્રીમ કોર્ટ મામલામાં કોઈ વચગાળાનો આદેશ નથી આપ્યો અને મામલાની સુનાવણી રજાઓ બાદ હાથ ધરવાનું નક્કી કર્યું છે.

   ગત સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એસસી/એસટી એક્ટ (અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિરોધક કાયદો)ના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે, તે જ્યૂડિશિયલ એક્ટિવિઝમ છે અને કાયદો બનાવવાનું કામ સંસદનું છે, કોર્ટનું નહીં. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે 20 માર્ચે આપેલા આદેશ પર રોક લગાવવાની પણ અપીલ કરી, સાથે કહ્યું કે, મામલાને લાર્જર બેંચને રિફર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે 20 માર્ચના આદેશ સામે રિવ્યુ પિટિશન દાખલ કરી આદેશને બદલવાની અપીલ કરી છે.

(12:00 am IST)
  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST