News of Thursday, 17th May 2018

યુ.એસ.માં કનેકટીકટના ૪થા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાંથી રિપબ્‍લીકન ઉમેદવાર તરીકે શ્રી હેરી અરોરાની સર્વાનુમતે પસંદગીઃ નવેં.માસમાં યોજાનારી જનરલ ચૂંટણીમાં વર્તમાન ડેમોક્રેટ કોંગ્રેસમેનને હરાવવા માટે ડોર ટુ ડોર સંપર્ક કરશે

કનેકટીકટઃ યુ.એસ.માં કનેકટીકટના ૪થા ડ઼ીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસના રિપબ્‍લીકન ઉમેદવાર તરીકે પાર્ટી દ્વારા ઇન્‍ડિયન અમેરિકન શ્રી હેરી અરોરાની સર્વાનુમતે નિમણુંક થઇ છે. તેઓ નવેમ્‍બર માસમાં યોજાનારી જનરલ ચૂંટણીમાં વર્તમાન ડેમોક્રેટ ઉમેદવાર જિમ હિઝ સામે ટક્કર લેશે.

વર્તમાન ડેમોક્રેટ ઉમેદવારને હરાવવા માટે તેઓ હાઉસ બાઇ હાઉસ, સ્‍ટ્રીટ બાઇ સ્‍ટ્રીટ, ફેસબુક ફ્રેન્‍ડ બાઇ ફેસબુક ફ્રેન્‍ડ એ રીતે દરેક મતદારનો વ્‍યક્‍તિગત સંપર્ક કરશે.

કેન્‍સર સામે ઝઝુમી તેને મહાત કરી નવું જીવન મેળવનાર શ્રી અરોરા પોતાના વિસ્‍તારને આર્થિક રીતે સમૃધ્‍ધ બનાવવાની નેમ રાખે છે તેઓ કોલજ અભ્‍યાસ સમયથી અમેરિકામાં છે. તથા ઇન્‍વેસ્‍ટમેન્‍ટ મેનેજમેન્‍ટ ક્ષેત્રે કાર્યરત છે.

 

(9:22 am IST)
  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST

  • ભાવનગર : બંધ પડેલો ટ્રક આપોઆપ પાછળ ચાલવા લાગતા, ત્યાં ઉભેલી બાળકીનું ટ્રક નીચે આવી જતા મોત : કુંભારવાડાથી મોતી તળાવ રોડ પર બની ઘટના : 10 વર્ષની વનિતાનું સ્થળ પર મોત નીપજતા ગરીબ પરિવારમાં ફેલાયો માતમ access_time 8:46 pm IST

  • કર્ણાટક કોંગ્રેસના ફૂટ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કે. બી. કોલીવાડએ કહ્યું સિદ્ધારામૈયા અસલમાં કોંગ્રેસી નથી : સિદ્ધારામૈયા પોતાને પાર્ટીના બોસ મને છે પરંતુ તેઓના કારણે કોંગ્રેસનું ઘણું નુકશાન થયું access_time 11:15 pm IST