Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

વળંદાવનમાં ૬ અબજ રૂપિયામાં તૈયાર થઈ રહેલું શ્રીકળષ્‍ણનું ૭૦ માળનું મંદિર કેવું હશે ?

મંદિરમાં મલ્‍ટિ-લેવલ પાર્કિંગ્‍ પણ બનાવવામાં આવશેઃ જેમાં એકસાથે ૩૦૦૦ કાર પાર્ક થઈ શકશે

વળંદાવન, તા.૧૭: ઉત્તર પ્રદેશના વળંદાવનમાં ભગવાન શ્રીકળષ્‍ણનું ભવ્‍યાતિભવ્‍ય મંદિર બનવાનું છે. ઇન્‍ટરનૅશનલ સોસાયટી ફૉર ક્રિષ્‍ના કૉન્‍શ્‍યસનેસ (ISKCON)ના જણાવ્‍યા અનુસાર આ ગગનચુંબી મંદિર આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ભારતીય સંસ્‍કળતિના એક મુખ્‍ય કેન્‍દ્ર તરીકે ઊભરી આવશે અને ભારતમાં પર્યટન તથા અર્થવ્‍યવસ્‍થાને પ્રોત્‍સાહન મળશે. વળંદાવન હેરિટેજ ટાવરની ઊંચાઈ ૨૧૦ મીટર હશે અને એમાં ૭૦ માળ બનાવવામાં આવશે. આ ટાવર પાછળ ૮ કરોડ ડૉલર (૬ અબજ રૂપિયા)થી વધુનો ખર્ચ થશે. આ અષ્ટકોણ માળખામાં નૉર્થ વિન્‍ગ, સાઉથ વિન્‍ગ, ઈસ્‍ટ વિન્‍ગ અને વેસ્‍ટ વિન્‍ગ મળીને ચાર મંદિર હશે. એ ઉપરાંત ચોથી સાઇટ પર ત્રણ મંદિર અને સ્‍વામી પ્રભુપાદનું સ્‍મારક બનાવવામાં આવશે. મંદિરમાં શ્રદ્ધાળુઓને ધ્‍યાનમાં રાખીને આવાસની સુવિધા પણ ઉપલબ્‍ધ હશે અને સાથે જ વળંદાવનને પોતાનું ઘર બનાવવા માગતા ભક્‍તો માટે કાયમી હાઉસિંગ ફૅસિલિટી પણ હશે. મંદિરમાં મલ્‍ટિ-લેવલ ર્પાકિંગ પણ બનાવવામાં આવશે, જેમાં એકસાથે ૩૦૦૦ કાર પાર્ક થઈ શકશે.

(3:35 pm IST)