Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

સોનુ ૭૬,ર૦૦ રૂ.ની નવી સપાટી બનાવી પટકાયુઃ ૧૦ ગ્રામના ભાવ ૭પ૯૦૦ રૂ.

ગઇકાલે રાત્રે વધુ પ૦૦ રૂ.નો ઉછાળો થયા બાદ ૩૦૦ રૂ. ઘટી ગયા

રાજકોટ તા. ૧૭ :.. સોનામાં તેજીનો તરખાટ યથાવત રહ્યો છે ગઇકાલે રાત્રે વધુ પ૦૦ રૂ.ના ઉછાળા સાથે સોનાએ ૭૬,ર૦૦ રૂ. ની નવી ઐતિહાસીક સપાટી સર કરી પટકાયું હતું. ૩૦૦ રૂ. ના ઘટાડા સાથે સોનાના ભાવ ૭પ,૯૦૦ રૂ. થયા હતાં.

બુલીયન માર્કેટમાં સોનામાં ગઇકાલે દિવસ દરમિયાન ૭૦૦ રૂ. ના ઉછાળા બાદ રાત્રે વધુ પ૦૦ રૂ. નો ભાવ વધારો થતા સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ) ના ભાવએ ૭૬,ર૦૦ રૂ. ની નવી ઐતિહાસીક સપાટી બનાવી હતી, જો કે, મોડી રાત્રે ફરી ૩૦૦ રૂ.નો ઘટાડો થતા સોનાના ભાવ ૭પ,૯૦૦ રૂ. થઇ ગયા હતાં. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ) ભાવ ૭,પ૯૦૦૦ રૂ. થયા છે. ગત સાંજે સોનાના ભાવ ૭પ,૭૦૦ રૂ. હતા તે રાત્રે વધીને ૭૬,ર૦૦ રૂ. ની નવી ટોચે પહોંચ્‍યા બાદ ફરી ભાવો ઘટયા હતાં.

સોનામાં એકધારી તેજીના પગલે રોજબરોજ નવી ભાવ સપાટી જોવા મળી રહી છે. ઇઝરાયેલ અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધના ભણકારા વચ્‍ચે સોનાના ભાવો સળગી રહ્યાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું. જો કે, ચાંદીના ભાવમાં કોઇ ખાસ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૮પ,પ૦૦ રૂ. હતાં.

 

 

 

(2:42 pm IST)