Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી

રાજકોટ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયેલા  ધુંઆધાર કોંગ્રેસી અગ્રણી પરેશ ધાનાણીએ આજે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લઇ અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રાના આશિર્વાદ લીધા હતા ત્‍યારે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના પ્રભારી ભીખુભાઇ વારોતરીયા, શહેર પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના શિવલાલભાઇ વેકરીયા, અજીત લોખીલ, પડધરી-ટંકારાના પુર્વ ધારાસભ્‍ય અને કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્‍યક્ષ  લલીતભાઇ કગથરા, ડો. નિદત બારોટ, જસવંતસિંહ ભટ્ટી, રાજદીપસિંહ જાડેજા, આદિત્‍યસિંહ ગોહીલ, સંજય અજુડીયા, નરેન્‍દ્ર સોલંકી, મહિલા કોંગી અગ્રણી દિપ્‍તીબેન સોલંકી, પ્રદેશ મહામંત્રી ડી.પી.મકવાણા, અજીત વાંક, ગોપાલ અનડકટ, જીલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શૈલેષ  કપુરીયા, જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મહેન્‍દ્રસિંહ જાડેજા, મનસુખભાઇ કાલરીયા, દાનાભાઇ હુંબલ, કૃષ્‍ણદત્ત રાવલ સહીતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા. આ તકે જોગાનુ જોગ અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો. નિશાંત ચોટાઇ અને દ્રષ્‍ટી કોમ્‍યુનિકેશન પ્રાઇવેટ લીમીટેડના શ્રી ગીરીશભાઇ ત્રિવેદી પણ નજરે પડે છે. (ફોટો : સંદીપ બગથરિયા)

(2:37 pm IST)