Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

સાયન્‍સ અને ટેકનોલોજીના અનોખા સંગમથી રામલલાના મસ્‍તક પર સૂર્યતિલક

આજે આશરે ૨૫ લાખ લોકો દર્શન માટે આવે એવી સંભાવના છે : આધુનિક સાયન્‍સ અને ટેકનોલોજીનો બપોરે ૧૨ વાગ્‍યાના ટકોરે રામલલાના મસ્તક પર ૪ મિનિટ માટે સૂર્યતિલક કરવાની ટ્રાયલપ્રરનને સફળતા મળી હતી

અયોધ્‍યા, તા.૧૭: આજે રામનવમી છે અને ત્રેતા યુગમાં આ જ દિવસે ચૈત્ર સુદ નવમીએ બપોરે ૧૨ વાગ્‍યે ભગવાન રામનો જન્‍મ અયોધ્‍યામાં થયો હતો અને આશરે ૫૦૦ વર્ષની પ્રતીક્ષા બાદ જ્‍યારે આજે અયોધ્‍યામાં ભવ્‍ય દિવ્‍ય મંદિરમાં રામલલા બિરાજમાન છે ત્‍યારે જન્‍મના એ જ સમયે રામલલાના લલાટ પર સૂર્યતિલક થયું  છે. આ દિવ્‍ય કાર્યક્રમ પાર પાડવા માટે કરોડો રામભક્‍તોની આસ્‍થાને સાથ મળ્‍યો છે આધુનિક સાયન્‍સ અને ટેકનોલોજીનો બપોરે ૧૨ વાગ્‍યાના ટકોરે રામલલાના મસ્‍તક પર ૪ મિનિટ માટે સૂર્યતિલક કરવાની ટ્રાયલપ્રરનને સફળતા મળી હતી.

આ વર્ષે બાવીસમી જાન્‍યુઆરીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના શુભ હસ્‍તે રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પાર પાડવામાં આવી હતી અને એ દિવસથી રોજ હજારો ભક્‍તો એની મુલાકાત માટે આવી રહ્યા છે અને આ આંકડો અત્‍યાર સુધીમાં દોઢ કરોડથી વધારે થઈ ગયો છે. મંદિરના ઉદ્ધાટન બાદ આ પહેલી રામનવમી છે એટલે રામભક્‍તોમાં અનોખો ઉત્‍સાહ છે અને આજે આશરે ૨૫ લાખ લોકો દર્શન માટે આવે એવી સંભાવના છે.

આજે રામલલાના સૂર્યાભિષેક માટે આધુનિક વિજ્ઞાનનો આશરો લેવામાં આવ્‍યો છે. મંદિરના ગર્ભગળહમાં બિરાજમાન રામલલાની મૂર્તિ પર મધ્‍યાહને ૧૨ વાગ્‍યે જ્‍યારે આકાશમાં સૂર્યદેવની સ્‍થિતિ માથા પર હોય એવા સમયે રામલલાના મસ્‍તક પર સૂર્યનાં કિરણોનું તિલક કરવા માટે ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી

(4:02 pm IST)