Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં ૯૪૦ કિલોગ્રામ - લગભગ એક ટન જેટલું કેફી ડ્રગ્સ જપ્ત કર્યું છે: કરોડો અબજોની કિંમત

ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ તલવાર, સંયુક્ત ટાસ્ક ફોર્સ ૧૫૦ ની આગેવાની હેઠળ કેન્દ્રિત કામગીરીના ભાગ રૂપે પશ્ચિમ અરબી સમુદ્રમાં દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તૈનાત "મિશન ક્રિમસન બેરાકુડા"એ ૧૩ એપ્રિલના રોજ એક શંકાસ્પદ હોડીને સફળતાપૂર્વક પકડી લીધેલ અને ૯૪૦ કિલો માદક પદાર્થ રિકવર કર્યો હતો.  

બહેરીન સ્થિત કમ્બાઈન્ડ મેરીટાઇમ ફોર્સીસના દાયરામાં દરિયાઈ સુરક્ષા કામગીરી માટે પશ્ચિમી અરબી સમુદ્રમાં તૈનાત પર ભારતીય નૌકાદળના ફ્રિગેટ આઈ એન એસ તલવારે ૧૩ એપ્રિલના રોજ એક શંકાસ્પદ "ધો"ને પકડી પાડેલ, તેમાંથી  લગભગ એક ટન ડ્રગ્સ ઝડપી લીધું છે

સી એમ એફ સંયુક્ત ટાસ્ક ફોર્સ એ એક બહુરાષ્ટ્રીય નૌકાદળ ભાગીદારી છે, જે લગભગ ૩૨ લાખ ચોરસ માઇલ આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિને બરકરાર રાખવા માટે છે, જેમાં વિશ્વની કેટલીક સૌથી મહત્વપૂર્ણ શિપિંગ લેનનો સમાવેશ થાય છે.

૩૪ રાષ્ટ્ર જૂથની કમાન્ડ યુએસ નેવીના વાઇસ એડમિરલ દ્વારા કરવામાં આવે છે, જે યુએસ નેવલ ફોર્સિસ સેન્ટકોમ અને યુએસ ફિફ્થ ફ્લીટના કમાન્ડર તરીકે પણ સેવા આપે છે.  ત્રણેય કમાન્ડ યુએસ નેવલ સપોર્ટ એક્ટિવિટી બહેરીનમાં સહ-સ્થિત છે.  નજીકના પડોશમાં, પાકિસ્તાન પણ તેનું સંપૂર્ણ સભ્ય છે.

(12:15 am IST)