Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન : દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં પણ સમજૂતી :જેજેપી પણ સામેલ

હરિયાણામાં કોંગ્રેસ સાત અને આપ એક સીટ પર ચૂંટણી લડશે :જેજેપીને બે બેઠક ફાળવાશે

 

નવી દિલ્હી :લાંબી મથામણ આખરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે દિલ્હી,હરિયાણા અને ચંદીગઢમાં ગઠબંધન પર વાત નક્કી થઇ છે હરિયાણામાં કોંગ્રેસ સાત અને આપ એક સીટ પર ચૂંટણી લડીશ જયારે જેજેપીને બે સીટ અપાઈ તેવી શકયતા છે

જાણવા મળ્યા મુજબ દિલ્હીમાં આમ આદમી પાર્ટી ચાર સીટ અને કોંગ્રેસ ત્રણ બેઠક પર ચૂંટણી લડશે જયારે હરિયાણા અને ચંડીગઢમાં કોંગ્રેસ-આપનાં ગઠબંધનમાં જનનાયક જનતા પાર્ટી (જેજેપી )સામેલ થશે

  જાણવા મળ્યા મુજબ આજે સંજયસિંહ અને ગુલામ નબી આઝાદ વચ્ચે બેઠક થઇ હતી જેમાં આપ પાર્ટીએ જેજેપી માટે ત્રણ સીટની માંગ કરી હતી જયારે કોંગ્રેસ બે સીટ આપવા રાજી થઇ છે અને એક સીટ આમ આદમી પાર્ટીને એક સીટ આપવા સહમત થઇ હતી

હરિયાણામાં કોંગ્રેસ સાત સીટ ,જેજેપી બે અને આમ આદમી પાર્ટી એક સીટ પર ચૂંટણીલડશે ઓમ પ્રકાશ ચૌટાલા પરિવારમાં વિખવાદ બાદ દુષ્યંત ચૌટાલા પર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ લોકદળ ( ઇનેલો )થી અલગ થઈને જેજેપીની રચના કરાઈ છે

   જાણવા મળ્યા મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢની બેઠક પર આપ કોંગ્રેસનું સમર્થન કરશે કોંગ્રેસે ચંદીગઢ સીટ પરથી પવન બંસલને ઉમેદવાર બનાવ્યા છે

(1:16 am IST)