Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ચૂંટણીપંચની ઈફેક્ટ : યૂટ્યૂબ પરથી 'પીએમ નરેન્દ્ર મોદી 'નું ટ્રેલર ગાયબ

 

નવી દિલ્હી :ચૂંટણી પંચે પીએમ નરેન્દ્ર મોદી પર રોક લગાવતા યુટયુબ પરથી ફિલ્મનું ટ્રેલર ગાયબ થયું છે માર્ચમાં રીલિઝ થયેલું ટ્રેલર અચાનક ઇન્ટરનેટ પરથી ગુમ થઇ ગયું છે. ગુગલ હોય કે યુ-ટ્યુબ, અહીં ટ્રેલર જોવા મળતું નથી. જો તમે યુ-ટ્યુબ પર 'પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક ટ્રેલર' ટાઇપ કરશો તો રિઝલ્ટ આવશે ' વીડિયો ઉપલબ્ધ નથી'. 'મોદી બાયોપિક ટ્રેલર' લખીને પણ ફિલ્મનું ટ્રેલર શોધવાનો પ્રયાસ કરાયો તો ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર મળ્યું નહીં.

  રીતે ઇન્ટરનેટ પરથી ગુમ થવાનું કારણ તેની રીલિઝ પર લાગેલી રોક હોઇ શકે છે. ચૂંટણી પંચે ફિલ્મની રીલિઝ પર રોક લગાવી છે. ફિલ્મનું ટ્રેલર 12 માર્ચે રીલિઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં વિવેક ઓબેરોય પીએમ મોદીના પાત્રમાં છે. ફિલ્મ 12 એપ્રિલે રીલિઝ થવાની હતી. તે બાદ રીલિઝ ડેટ 5 એપ્રિલ કરવામાં આવી. તમામ વિવાદો બાદ સમાચાર આવ્યા હતા કે ફિલ્મ 11 એપ્રિલે રીલિઝ થશે. આખરે ચૂંટણી પંચે ફિલ્મની રીલિઝ ડેટ પર રોક લગાવી દીધી

(12:40 am IST)