Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યરીતે શું કહ્યું....

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કેમ છો અને વટ પાડી દીધો છે તેવું સંબોધન

અમદાવાદ,તા.૧૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી મિશન ગુજરાત સાથે જોરદાર પ્રચારની શરૂઆત કરી હતી. ગુજરાતના બે દિવસના ચૂંટણી પ્રવાસે પહોંચ્યા બાદ આજે પ્રથમ દિવસે મોદીએ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં ચૂંટણી સભા કરી હતી. મોદીએ ત્રણેય સભામાં શું કહ્યું તેના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે.

*   ગમે તેટલી ગરમી હોય પણ ગુજરાતીઓએ જંગી મતદાન કરી ભલભલાની ગરમી કાઢી નાંખવાની ૨૩મીએ તક રહેલી છે

*   ઇઝરાયેલી ટેકનોલોજીની મદદથી સાબરકાંઠામાં હોર્ટિકલ્ચર સેન્ટર બનાવાયું છે

*   રસ્તાઓ, ગલીઓ વિશે જાણતો હોય તેવો અને અહીંની સમસ્યાથી વાકેફ હોય તેવા લીડર હાલમાં દેખાતા નથી

*   પાંચ વર્ષમાં ભ્રષ્ટ પરિવારને તથા ભ્રષ્ટ લોકોને જેલના દરવાજા સુધી લઇ આવ્યા છે. બીજા પાંચ વર્ષ મળશે તો દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે

*   દેશને લૂંટનાર લોકોને છોડવામાં આવશે નહીં

*   ટુકડે ટુકડે ગેંગને બચાવવા કાર્યરત લોકો શાસન કરશે કે પછી ભારતના વિચાર સાથે સમર્પિત લોકો શાસન કરશે તેની ચૂંટણી છે

*   ગુજરાતી વડાપ્રધાનને અભદ્રભાષામાં કહે ત્યારે ગુજરાત કેવી રીતે સહન કરી શકે

*   કોંગ્રેસ અને મહામિલાવટી નેતાઓ પાકિસ્તાન તરફી નિવેદન કરે છે ત્યારે પાકિસ્તાનમાં હેડલાઈન બને છે

*   ચાર ચાર પેઢીઓ નહેરુથી રાહુલ સુધી ગરીબી હટાવોની વાત કરે છે પરંતુ કોંગ્રેસ હટશે ત્યારે જ ગરીબી દૂર થશે

*   તેમને હટાવવા માટે તમામ પ્રયાસો થાય છે ત્યારે વધુ શક્તિશાળી તરીકે તેઓ ઉભરે છે

*   કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં દેશદ્રોહના કાયદાને દૂર કરવાની વાત કરી છે. આનાથી પથ્થરબાજો અને નક્સલવાદને મજબૂતી મળશે

*   કોંગ્રેસ પાર્ટીએ સેનાને મજબૂત કરવાના બદલે નબળા કરવાના પ્રયાસો કર્યા છે

*   કાશ્મીર અને ઘુસણખોરીના મુદ્દે પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો છે

*   પહેલા પાકિસ્તાન પરમાણુ બોંબની ધમકી આપતું હતું પરંતુ હવે આવી વાત કરવામાં પણ ખચકાટ અનુભવે છે

*   વિરોધ પક્ષો મોદીને હરાવવા ભેગા થયા છે. કારણ કે, તેઓ જેલના દરવાજાની નજીક પહોંચ્યા છે

*   લોકોના આશીર્વાદથી તમામ સીટો જીતવા માટે આશાવાદી છે

(8:35 pm IST)