Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

બધી સરકારી એજન્સીઓ ભાજપનો હિસ્સો બની છે

દરોડા બાદ કાનીમોઝીની પ્રતિક્રિયા

ચેન્નાઇ, તા. ૧૭ : છેલ્લા કેટલાક દિવસમાં આવકવેરા વિભાગ દ્વારા દેશના જુદા જુદા વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ મંગળવારના દિવસે ડીએમકેના નેતા કાનીમોઝીના આવાસ ઉપર દરોડા પાડ્યા હતા. તેમની પાસે મોટી માત્રામાં રોકડ રકમ એકત્રિત છે તેવી બાતમી મળ્યા બાદ આ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાન કાર્યવાહી બાદ કાનીમોઝીએ ભારતીય જનતા પાર્ટીની વ્યાપક ટિકા કરી છે અને આક્ષેપ કર્યો છે કે, તમામ સરકારી સંસ્થાઓ ભાજપના હિસ્સા તરીકે છે. તુતીકોરિનમાંથી લોકસભા બેઠકના ઉમેદવાર કાનીમોઝીએ કહ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં દરેક સરકારી એજન્સીનું શોષણ કરવામાં આવી રહ્યું છે. સીબીઆઈ, ઇડી, આરબીઆી, આીટ અને ચૂંટણી પંચ તમામની સાથે સમજૂતિ કરવામાં આવી છે. માત્ર વિપક્ષી નેતાઓને જ ટાર્ગેટ કરવામાં આવી ર્યા છે. આ પહેલા સ્ટાલિને પણ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

(7:34 pm IST)