Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

સ્કાયમેટની ગંભીર ચેતવણી

ર૦૧૯ના ચોમાસા ઉપર અલનીનો ધાર્યા કરતા પણ ખરાબ અસર સર્જશે

મુંબઇ : સ્કાયમેટના વાઇસ પ્રેસીડન્ટ શ્રી પાલાવતે જણાવ્યું છે કે અલનીનો ર૦૧૯ના જૂન-સપ્ટેમ્બરના નૈઋત્યના ચોમાસા ઉપર ધાર્યા કરતા વધુ ખરાબ અસર સર્જી શકે છ.ે

અલ-નીનોના અસ્તિત્વની હવે ઔપચારિકરૂપથી જાહેરાત થઇ ગઇ છે સતત ૩ મહિનાથી પ્રશાંત-પેસીફીક મહાસાગરમાં ત્ર ચરણોમાં સરેરાશ ઉષ્ણાતામાન ૦.પ ત્રણ ડીગ્રી સેલ્સીયસ ઉપર રહ્યું છે.

ગયા અઠવાડીયા પછી આ અઠવાડીયામાં પેસીફીક સમુદ્રની સપાટીનું તાપમાન સરેરાશથી સતત ઉપર રહ્યું છે.

નીનો ઇન્ડેકસ ૩.૪માં તાપામાનની સ્થિતિ ભારતના ચોમાસા માટે ખૂબ મહત્વની હોય છે.

હવે ર૦૧૯ ના ઉનાળામાં અલ-નીનો અસ્તિત્વમાં રહેવાની સંભાવના વધીને ૬૦ ટકા થઇ ગઇ છે ચોમાસામાં પણ આ જ સ્થિતિ રહેશે. તે પછી સામાન્ય ગીરાવટ આવશે. પરંતુ શિયાળામાં પણ અલ નીનોના અસ્તિત્વની સંભાવના પ૦ ટકા છે.

આગામી ભારતીય ચોમાસા માટે ચિંતાનો જે વિષય છે તે અલનીનોના પ્રકાર છે. ત્રણ પ્રકારના અલનીનો હોય છ.ેસામાન્ય, કૈનોનિક અને મોડોકી અલ-ઁનીનો ર૦૧૯ માં મોડોકી ટાઇપનો અલનીનો રહેશે જેને લીધે પેસીફીક સમુદ્રનો મધ્ય ભાગ બાકીના ભાગો કરતા વધુ ગરમ રહેશે અને આ સ્થિતિમાં પેસીફીક સમુદ્રના મધ્ય ભાગમાંથી નિકળતા ગરમ પવનો દક્ષિણ એશિયા તરફ વળી જશે જેને લીધે ભારતમાં સામાન્ય અલ-નીનોના મુકાબલે આ વર્ષે વરસાદમાં મોટી ખાધની આશંકા સ્કાયમેટના શ્રી પાલાવતે દર્શાવી છે.

ર૦૧૯ ના આ અલ-નીનોને સાધારણ અલ-નીનો માનવામાં આવે છે .પરંતુ તેનો પ્રકાર ''મોડોકી અલ-નીનો'' ધ્યાનમાં રાખતા આ વર્ષે અલનીનોની અસર ધાર્યા કરતા ખરાબ ના રહે તેવી ભીતિ શ્રી પાલાવતે દર્શાવી છે

આ સ્થિતિને  નજર સમક્ષ રાખી સ્કાયમેટે ચોમાસાની આગાહી કરતી વખતે બતાવેલ કે આ  વર્ષે ચોમાસું નબળું રહેશે અને નૈઋત્યના ર૦૧૯ ના ચોમાસામાં સરેરાશ વરસાદ ૯૩ ટકા જેવા દેશમાં પડશે. પ ટકા એરર માર્જીન બતાવેલ છે.

(4:38 pm IST)