Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

૪૦ ઉપરના દર ત્રીજા પુરૂષમાં સેકસ હોર્મોન્સ (TDS)ની ઉણપ : સર્વે

ડાયાબિટિઝ, કે પછી બીપી કે હૃદયરોગને લગતી બીમારીની સમસ્યા હતી તેમનામાં TDSની સમસ્યા વધુ જોવા મળી છે.

નવી દિલ્હી, તા. ૧૭: તાજેતરમાં થયેલા એક સંશોધન અભ્યાસ મુજબ ૪૦ વર્ષથી વધુ ઉંમરના દરેક ત્રીજા પુરુષને સેકસ્યુઅલ હોર્મોનની સમસ્યા છે. જેને ટેસ્ટોસ્ટેરોન ડેફિશિયન્સી સિન્ડ્રોમ(વ્ઝ્રલ્) કહે છે. ૭૪૫ લોકો પર કરામાં આવેલ અભ્યાસમાં જણાયું કે દરેક ત્રીજા વ્યકિતને આ સમસ્યા છે અને તેમ છતા ઈલાજ માટે આગળ નથી આવતા. જયારે હવે સ્ત્રીઓની જેમ પુરુષોમાં પણ સેકસ હોર્મોન્સ રીપ્લેસમેન્ટ સંભવ થઈ ગયું છે. અભ્યાસમાં સામેલ પુરુષો પૈકી ૬૦.૧૭ ટકા પુરુષોને TDS ની આ સમસ્યા છે. ડાયાબિટિઝ, હાઇપરટેન્શન અને હાર્ટના દર્દીઓને TDS ની  સમસ્યા વધુ છે.

ટેસ્ટોસ્ટેરોન પુરુષોમાં સેકસ્યુઅલ ક્ષમતા બનાવી રાખે છે. પરંતુ જયારે તેની ઉણપ સર્જાય છે. ત્યારે સેકસ અંગે જોડાયેલ અનેક સમસ્યાઓ શરુ થાય છે. પુરુષોમાં ૪૦ની ઉમર પછી ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ૦.૪થી ૨.૬ ટકા જેટલું ઓછું થઈ જાય છે. ડોકટર્સ મુજબ પુરુષોમાં આ સમસ્યા સતત વધી રહી છે. ડોકટર્સ મુજબ સેકસ પ્રત્યે રુચિ, સેકસ માટેની સ્ટેમિના, સ્ટ્રેન્થની ઉણપ આ ત્રણ લક્ષણોને આધારે ૪૮.૧૮ ટકા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. પરંતુ જયારે તેમનું બાયોકેમિકલ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે આ આંકડો વધીને ૬૦.૧૭ ટકા થઈ ગયો છે.

દિલ્હીના ગંગારામ હોસ્પિટલના યુરોલોજી વિભાગના ડોકટર સુધીર ચઢ્ઢાએ કહ્યું કે આ અભ્યાસમાં સ્પષ્ટ જોવા મળે છે કે આપણા સમાજમાં પ્રત્યેક ત્રીજા વ્યકિતને આ બીમારી જોવા મળે છે.

અભ્યાસ મુજબ જે પુરુષોને ડાયાબિટિઝ, કે પછી બીપી કે હૃદયરોગને લગતી બીમારીની સમસ્યા હતી તેમનામાં TDSની સમસ્યા વધુ જોવા મળી છે. ડોકટર્સ મુજબ એવા લોકો જેમની ઉંમર વધારે છે અને ડાયાબિટિઝ, હૃદયરોગ, બીપી, વિટામિન-ડીની ઉણપ જેવી સમસ્યાથી પીડાતા પુરુષો દરવર્ષે પોતાની TDS પ્રોફાઇલ કરાવવી જોઈએ.

ડો. મૃણાલ પહવા કહે છે કે લોકોને ખબર પડી જાય છે કે તેમના શરીરમાં સેકસ હોર્મોન્સની ઉણપ છે તમ છતા સમાજના ડર કે શરમથી ડોકટર્સ પાસે જવાથી દૂર રહે છે. લોકોએ એ ભલવું જોઇએ નહીં કે આ એખ બીમારી છે અને તેની સારવાર અન્ય બીમારીની જેમ એ સારવાર જ છે. આજે તો હવે હોર્મોન રિપ્લેસમેન્ટ પણ શકય બની ગયું છે.

(3:42 pm IST)