Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

પુલવામાં હુમલા બાદ દેશની ત્રણેય પાંખોને મળ્યો શસ્ત્રો ખરીદવાનો ઇમર્જન્સી અધિકાર

આ અંગેના પ્રસ્તાવો પર આગળ વધી રહી છે સેનાઓ : પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદોને વધુ સુરક્ષિત બનાવા મોદી સરકારે લીધો નિર્ણય

નવી દિલ્હી, તા.૧૭: પુલવામાં હુમલા બાદ મોદી સરકારે ટ્રેન સેનાઓને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદને સુરક્ષિત બનાવાના જરૂરી હથિયાર તેમજ રક્ષા ઉપકરણ ખરીદવા માટે ઇમર્જન્સી અધિકાર આપવામાં આવ્યા હતા. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ત્રણેય સેનાઓને આપવામાં આવેલી શકિતઓ હેઠળ તેઓ ૩૦૦ કરોડ રૂપિયા પ્રતિ મામલેની લાગત પર ત્રણ મહિનાની અંદર તેમની પસંદના રક્ષા ઉપકરણ ખરીદી કરી શકે છે.પુલવામાં હુમલા બાદ જ ભારતે પાકિસ્તાન સરહદ પર એલર્ટ આપી દીધું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ અંગે ત્રણેય સેનાઓ અનેક પ્રસ્તાવો પર આગળ વધી રહી છે. સેનાએ ઈસ્રાઇલથી ૨૫૦ સ્પાઇક મિસાઈલ ખરીદવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જે તેમની ઇમરજન્સી જરૂરિયાતોને પુરી કરી શકે. બીજી બાજુ,વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય બજારમાં કેટલીક મિસાઈલ ખરીદવામાં રસ દાખવ્યો છે. જે સરહદ પર ભારત વિરોધી ગતિવિધિમાં જરૂરિયાતોને પુરી કરવામાં મદદ મળશે.

ઙ્ગ ઇમરજન્સી અધિકારો હેઠળ ઉપકરણ ખિડવા માટે સેનાઓને રક્ષા નાણાં વિભાગના નાનકીય સલાહકારની સહમતી લેવાની પણ જરૂરી પણ નથી. રક્ષા મંત્રાલયનું માનવું છે કે જોકે સુરક્ષાબળોને યુદ્ઘ લડવાનું છે. તેથી તેની અધિગ્રહણમાં તેની જરૂરિયાત અને પ્રાથમિકતા પર નિર્ણય લેવો જોઈએ અને આવશ્યક ઉપકરણને ખરીદવા જોઈએ.

(3:30 pm IST)