Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

કનિમોઝી બાદ દીનાકરનના પક્ષ ઓફિસ પર દરોડાઃ પેકેટમાં કરોડો રૂપિયા જપ્ત

તામિલનાડુમાં ચુંટણીપંચની કાર્યવાહી ચાલુઃ કાર્યકર્તાઓએ કર્યો વિરોધઃ પોલીસે કયું હવામાં ફાઇરીંગ

ચેન્નાઇ, તા.૧૭: તામિલનાડુમાં ટીટીવી દિનાકરનની પાર્ટીના એક નેતાના નિવાસેથી આવક વેરા વિભાગના અધિકારીઓએ ૧.૫ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આવક વેરા વિભાગે જિલ્લાના અન્દિપ્પત્ત્િ। સ્થિત એએમએમકેના નેતાના ઘરે દરોડા પાડ્યા હતા. તામિલનાડુમાં ૧૮મી એપ્રિલે પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાશે. આવક વેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ નેતાના નિવાસેથી ૯૪ પેકેટ્સ મળી આવ્યા છે. આ સાથે જ ડી વોર્ડ નંબર અને મતદાતાઓના નંબર પણ ત્યાંથી મળ્યા છે.આવક વેરા વિભાગના અધિકારીઓએ દાવો કર્યો છે કે પેકેટ્સ પર ૩૦૦ રૂપિયાનું માર્કિંગ કરેલું છે અને આ મતદાતાઓને લાંચના સ્વરૂપમાં આપવા માટે રાખવામાં આવ્યા હતા. શરૂઆતમાં એએમએમકે પાર્ટી કાર્યકર્તાઓએ આવક વેરા વિભાગ અને ચૂંટણી પંચની ટીમ સાથે દરોડા પાડીને આ રકમ જપ્ત કરી છે. જમા થયેલી ભીડને હટાવવા માટે પોલીસને હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.

(3:27 pm IST)