Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

હોય નહિં ! પાકિસ્તાનના પેશાવરમાં આતંકી અડ્ડાઓ ઉપર ૧૭ કલાક ફાયરીંગ : ૧ પોલીસ - ૫ આતંકી ઠાર

પેશાવર, તા.૧૭ : પેશાવર જેવા ઉત્ત્।રપશ્યિમના શહેરમાં આજે પાક. સુરક્ષા એજન્સીઓએ સતત ૧૭ કલાક સુધી આતંકીઓના અડ્ડા પર દરોડા પાડતા તેમાં એક પોલીસ અધિકારી અને પાંચ આતંકીઓ માર્યા ગયા હતા. ત્રણ માળની ઇમારતમાં આતકીઓ આવ્યા હોવાની મળેલી બાતમી પછી સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બંને તરફે ભારે ગોળાબાર કરાયો હતો. સેના અને ખૈબર પખ્તુનખ્વા પોલીસે તેમને મળેલી બાતમીના આધારે એક આતંકી અડ્ડા પર દરોડા પાડયા હતા જયાં સામસસામે ગોળીબાર થયો હતો'એમ નિવેદનમાં કહેવાયું હતું.સામસામા ગોળીબારમાં પાંચ આતંકીઓ માર્યા ગયા હતા અને કમર ઇસ્લામ નામના એક પોલીસ અધિકારી પણ માર્યા ગયા હતા. સોમવારે સવારથી શરૂ થયેલી ફાયરિંગમાં બે અન્યો દ્યાયલ થયા હતા'એમ તેમાં જણાવાવમાં આવ્યું હતું.

સુરક્ષા દળોએ મુખ્ય ઇમારતની દિવાલને ફુંકી મારી હતી અને ત્યાર પછી ઇમારતમાં દાખલ થયા હતા. એક જજ અને પોલીસ અધિકારી પર હુમલાના વોન્ટેડ બે આતંકીઓએ ગ્રેનેડ ફેંકયા હતા.

પોલીસ અધિકારીના મોતના કારણે લડાઇ વધુ તેજ બની ગઇ હતી. એસપી ઝહુર અહેમદે કહ્યું હતું કે ખૂબ જ સફળતાપૂર્વક અને કામગીરી પુરી કરી હતી અને પાંચ આતંકીઓને ઠાર માર્યા હતા. ત્યાર પછી ઇમારતના કન્પાઉન્ડને અમે સાફ કર્યો હતો.

(3:28 pm IST)