Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

મોદી વિરૂદ્ધ ચૂંટણી જંગ માટે પ્રિયંકા તૈયાર છે : પક્ષની મંજૂરીની રાહ : રોબર્ટ વાડ્રાની મોટી જાહેરાત

નરેન્દ્રભાઈને સીધો પડકાર આપવાનો સંદેશ આપવા માટે પ્રિયંકા ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે કોંગ્રેસ

નવી દિલ્હી, તા. ૧૭ : કોંગ્રેસ વારાણસી લોકસભા સીટ પર મુબાલો હાઈ વોલ્ટેજ કરવાની કવાયતમાં લાગેલી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ઘ સીધા મુકાબલામાં ઉતારવા પર કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. આ દરમિયાન પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાએ સ્પષ્ટ કહ્યું છે કે પ્રિયંકા વારાસણથી ચૂંટણી લડવા તૈયાર છે અને તેઓ પાર્ટીની મંજૂરી માટે રાહ જોઈ રહ્યા છે.

રોબર્ટ વાડ્રાના આ નિવેદન બાદ ફરી એકવાર રાજકીય હલચલ વધી ગઈ છે. વાડ્રાએ એક ચેનલને આપેલા નિવેદનમાં કહ્યું કે પ્રિયંકા વારાણસીથી ચૂંટણી લડવા તૈયાર છે અને પાર્ટીની લીલી ઝંડીની રાહ જોઈ રહ્યા છીએ. તેમનું એમ પણ કહેવું હતું કે પાર્ટી પ્રિયંકાને જે પણ જવાબદારી આપશે, તેને પૂરી મહેનત અને લગનથી પૂરી કરશે. પૂર્વ ઉત્ત્।ર પ્રદેશની પ્રભારી મહાસચિવ પ્રિયંકાએ પોતે પણ થોડા દિવસ પહેલા આવી જ વાત કહી હતી.

પાર્ટી સૂત્રોનું માનીએ તો ઉત્ત્।ર પ્રદેશ ઉપરાંત સમગ્ર દેશમાં બીજેપી અને વડાપ્રધાન મોદીનો દ્યેરાવો કરવાની સાથે સીધો પડકાર આપવાનો સંદેશ આપવા માટે પ્રિયંકાને ઉતારવા પર કોંગ્રેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ગહન ચંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પાર્ટીના સિનિયર નેતાઓ અને રણનીતિકારો સાથે તેને લઈને સલાહ-સૂચન લેવામાં આવી રહ્યા છે.

હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાને વારાણસીથી ચૂંટણી જંગમાં ઉતારવાની શકયતાઓ છે. જોકે, પ્રિયંકા પોતે ચૂંટણી લડવાના સવાલ પર કહેતા રહ્યા છે કે શું વારાણસીથી ચૂંટણી લડી લઉં? પરંતુ હવે તેમના પતિના આ નિવેદનથી સંકેત મળી રહ્યા છે કે કોંગ્રેસ તેમને ચૂંટણી લડાવવાને લઈ ગંભીર દેખાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે વારાણસીમાં પોતાના ઉમેદવારની જાહેરાત અત્યાર સુધી નથી કરી અને તેથી પણ ચર્ચાનું બજાર ગરમ છે. સમાજવાદી પાર્ટી (સપા)એ પણ વારાણસી સીટ પર હજુ સુધી પોતાનો ઉમેદવાર નક્કી નથી કર્યો. એવામાં આ શકયતાને નકારી ન શકાય કે પ્રિયંકા ચૂંટણી મેદાનમાં ઉતરવાની સ્થિતિમાં સપા પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે.

(3:25 pm IST)