Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

કેન્દ્રીય દળોના જવાનો દેખાય તો ઝાડુથી લમધારોઃ છોડતા નહિઃ તૃણમુલના નેતાઓ હદ કરે છેઃ લાજ-શરમ નેવે મુકી રહ્યા છે

કોલકત્તાઃ તૃણમુલ કોંગ્રેસના બે નેતાઓએ કેન્દ્રીય દળો વિરૂદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું છેઃ પ બંગાળમાં એક નેતાએ કહ્યું છે કે કેન્દ્રીય દળના જવાનો દેખાય તો તેમને ઝાડુથી ફટકારો તો બીજા નેતાએ કહ્યું છેકે જવાનોથી ડરવાની જરૂર નથી જો તેઓએ કશું ખોટંુ કર્યું હોય તો તેમને છોડતા નહિઃ ચકદાહના ધારાસભ્ય રત્ન ઘોષ કાર્યકરોને ભડકાવતા કેમેરામાં કેદ થયા છે તેમણે તૃણમુલના કાર્યકરોને કહ્યું હતું કે ચૂંટણી ફરજ પર તૈનાત જવાનોથી ડરવાની જરૂર નથી, વિડીયોમાં મહિલા કાર્યકરોને ઉશ્કેરતા દેખાય છે લોકતાંત્રિક કે અલોૈકતાંત્રિક રીતે આપણે તો જીવવાનું છેઃ જો જવાન કોઇને રોકે તો ઝાડુથી તેમની પીટાઇ કરજોઃ તેમને પાછા મોકલી દેવાની ફરજ પાડજોઃ પક્ષના બીરભૂમ જિલ્લાધ્યક્ષ અનુબ્રત મંડલે કહ્યું છે કે તમે ડરતા નહિઃ એ લોકોને છોડતા નહિ, સેનાના જવાનો આવશેઃ તમે મત દેવા જજોઃ ચિંતાની કોઇ વાત નથી પં.બંગાળમાં કેન્દ્રીય દળોની તૈનાતી થઇ છેઃ ૧૧મીએ પ્રથમ તબક્કાનું મતદાન પુરૂ થયું છે.

(3:24 pm IST)