Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

રાજ્યમાં ભાજપ 3D મેપિંગથી કરશે મોદીના વિઝનનો પ્રચાર: 15 મિનિટની ફિલ્મ દર્શાવાશે

20 યુવાનોની ટિમ દ્વારા ફ્લેશ મોબ બન્યું લોક પ્રિય:16 ટિમો અલગ અલગ જિલ્લા મહાનગરોમાં ચૂંટણી પંચની મંજુરી સાથે કરશે પ્રચાર

અમદાવાદ: રાજ્યમાં ભાજપ દ્વારા હાઈટેક પ્રચાર અભિયાન શરુ કરાયું છે મંગળવારથી બીજેપીએ 3D મેપિંગ શો નું આયોજન કર્યું છે.શો માટે ભાજપે ચૂંટણી પંચની મંજૂરી મેળવી અને હવે દરેક લોકસભામાં 3D મેપિંગ દ્વારા વડાપ્રધાન  મોદીના વિઝનનો પ્રચાર કરશે.

  આ અંગે બીજેપી પ્રવકતા મહેશ કસવાલે જણાવ્યું હતું કે, ભાજપ વિવિધ પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરતા પહેલા ચૂંટણી પંચના માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરે છે. 20 યુવાનોની ટિમ દ્વારા ફ્લેશ મોબ ખૂબ લોક પ્રિય બની રહ્યું છે. 16 ટિમો અલગ અલગ જિલ્લા મહાનગરોમાં પ્રચાર પ્રસાર કરશે.

  ભાજપ ટેક્નોલોજીના માધ્યમથી 3D મેપિંગની શરૂઆત મંગળવારથી પ્રારંભ કરી રહી છે. જેમાં ગત લોકસભા ચૂંટણીમાં નરેન્દ્રભાઈએ 3D ટેકનોલોજી દ્વારા એક સાથે સમગ્ર ભારતમાં સભાઓ કરી હતી. એજ રીતે આ 3D મેપિંગ દ્વારા 40 ફૂટના પડદા પર નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ સાથે સરકારની સફળતા દર્શાવતી 15 મિનિટની ફિલ્મ દર્શાવાશે. જે મંગળવારથી 7 વાગ્યે ચૂંટણી પંચની મંજૂરી સાથે 10 વાગ્યા સુધી બતાવામાં આવશે. જેમાં મંગળવારથી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં ચૂંટણી પંચના ગાઈડ લાઈન પ્રમાણે શો થશે.

(12:21 pm IST)